ગુજરાતની કૃષિ : અહી અમે આપની સાથે ગુજરાતની ની કૃષિ(Agriculture of Gujarat) વિષે જાણકારી આપી છે જેમાં ગુજરાત માં થતાં મહત્વપૂર્ણ પાક વિશે જાણકારી આપી છે.
ગુજરાતની કૃષિ – Agriculture of Gujarat
ગુજરાત માં આશરે 188 લાખ હેક્ટર જમીન માં કૃષિ નું વાવેતર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ધાન્ય પાકો નું વાવેતર કરવામાં આવે છે. અહી અમે ગુજરાત માં થતાં મુખ્ય ધાન્ય પાક ની સાથે અન્ય પાકો વિશે પણ જાણકારી આપી છે.
ધાન્ય પાક
બાજરી:-:-
ઉત્પાદન આવે વાવેતર ની દૃષ્ટિ એ ગુજરાત માં બાજરી પ્રથમ ક્રમે છે. ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવાકે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જામનગર, અને કચ્છ જિલ્લા માં બાજરી નો પાક લેવામાં આવે છે.
જુવાર
જુવાર ના પાક ણે ઉનાળા અને શિયાળા ની ઋતુઓ માં લેવામાં આવે છે. ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, ભરુચ અને સુરત માં જુવાર નું વાવેતર કરવામાં આવે છે.
ઘઉં
ગુજરાત ના ભાલ પ્રદેશ માં થતાં ઘઉં “ભાલિયા ઘઉં” ખુબજ પ્રખ્યાત છે. ગુજરાત માં ઘઉંનું વધુ ઉત્પાદન મેળવવા વિવિધ જાતો નું વાવેતર કરવામાં આવે છે જેવી કે, કલ્યાણ, સોના, સોનલિકા, અરણેજ 624, એન પી 872 વગેરે.. મહેસાણા, અમદાવાદ, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને જૂનાગઢ જેવા જિલ્લાઓ માં ઘઉં નો પાક લેવામાં આવે છે.
ડાંગર
ગુજરાત માં ડાંગર ના પાક નું વધુ ઉત્પાદન મેળવવા માટે વિવિધ જાતો જેવી કે, સૂતરસાળ, સુખવેલ, કમોદ, જીરાસાળ, ગુજરાત 17, મસૂરી, જયા, વિજયા, પંખળી નું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, પંચમહાલ, ખેડા, અમદાવાદ, વડોદરા, અને સુરત માં ડાંગર ના પાક નું વાવેતર કરવામાં આવે છે.
રોકડિયા પાક
મગફળી:
ભારત માં મગફળી નું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર ધરાવતું રાજ્ય ગુજરાત છે. ગુજરાત ના જુનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, અને ભાવનગર જિલ્લા માં થાય છે.
કપાસ
ગુજરાત ના જિલ્લાઓ જેવા કે વડોદરા, ભરુચ, ખેડા, અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, અને રાજકોટ જિલ્લાઓ માં કપાસ ના પાક નું વાવેતર થાય છે. ગુજરાત માં કપાસ ની મુખ્ય જાતો દેવીરાજ, દેવીતેજ, ગુજરાત 67, સંકર 4 અને 6 નું વાવેતર કરવામાં આવે છે.
ભરુચ ની આસપાસ નો પ્રદેશ “કાનમનો પ્રદેશ” કપાસ ની ખેતી માટે ખુબજ જાણીતો છે.
તમાકુ
ભારત માં તમાકુ ના વાવેતર અને ઉત્પાદન માં ગુજરાત નું સ્થાન આંધ્રપ્રદેશ પછી બીજું છે. ગુજરાતમાં તમાકુ નું સૌથી વધુ વાવેતર ખેડા, વડોદરા, પંચમહાલ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓ માં થાય છે. બીડી, છીંકણી જેવા ઉદ્યોગો ના કારણે તમાકુ ની માંગ પણ વધારે છે.
- ચરોતર નો પ્રદેશ તમાકુ ના પાક માટે ખુબજ પ્રખ્યાત છે
શેરડી
ગુજરાત માં શેરડી ના પાક નું વાવેતર સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લાઓ માં વધુ પ્રમાણ માં થાય છે.
અન્ય પાકો
કેળાં:
કેળાં ગુજરાત માં સુરત, વલસાડ, ખેડા, વડોદરા, અમદાવાદ અને જુનાગઢ જિલ્લા માં થાય છે.
જામફળ:
ગુજરાત માં જામફળ અમદાવાદ ના ધોળકા તાલુકા ના અને ભાવનગર જિલ્લાના ખુબજ પ્રખ્યાત છે.
કેરી::
ગુજરાત ના વલસાડ, સુરત, ભરુચ, ખેડા, વડોદરા, અમદાવાદ, જુનાગઢ, અને કચ્છ જિલ્લા માં કેરી થાય છે.
જીરું:
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામ અને ખેડા જિલ્લો જીરા ના પાક માટે ખુબજ પ્રખ્યાત છે.
વરિયાળી:
ગુજરાત માં વરિયાળી ના પાક નું વાવેતર મહેસાણા, ખેડા, ગાંધીનગર, અને સાબરકાંઠા જીલ્લામાં થાય છે.
ઈસબગુલ::
ઈસબગુલ નું વાવેતર ગુજરાત માં મહેસાણા અને બનાસકાંઠા માં થાય છે.
અહી અમે આપની સાથે ગુજરાત ની કૃષિ વિશે જાણકારી શેર કરી છે. ગુજરાત ની સામન્ય જાણકારી અને “Gk in Gujarati” માટે અહી ક્લિક કરો. “