Upama Alankar in Gujarati | ઉપમા અલંકાર

Upama Alankar in Gujarati: અહી અમે આપની સાથે ઉપમા અલંકાર ની ગુજરાતી માં(Upama Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.

Upama Alankar in Gujarati

ઉપમા અલંકાર એટલે શું?

ઉપમા અલંકાર સાદૃશ્ય અલંકાર છે. સાદૃશ્ય નો અર્થ છે સરખાપણું. ઉપમેય ની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. સામન્ય રીતે જેવુ, સમું, સરિખું , જેવા શબ્દો વડે ઉપમા અલંકાર ને ઓળખી શકાય છે.

ઉદાહરણ::

  • દમયંતી નું મુખ ચંદ્ર જેવુ સુંદર છે.

ઉપર ના ઉદાહરણ માં ઉપમેય : દમયંતિ નું મુખ અને ઉપમાન : ચંદ્ર

સાધારણ ધર્મ(બંને વચ્ચે રહેલી સામ્યતા): “સુંદરતા” અને ઉપમા વાચક શબ્દ(સરખામણી દર્શાવનાર શબ્દ): જેવુ, અહી દમયંતી ના મુખની સુંદરતા ને ચંદ્ર ની સાથે સરખાવવામાં આવી છે આથી અહી ઉપમા અલંકાર બને છે.

અન્ય ઉદાહરણ:

  • ઝાકળ જેવુ જીવી ગયી તું: હવે સ્મરણો ભીના,
  • પાણીના મોજા ઘોડાને દડાની જેમ ઉછાળે છે.
  • આવડી છોડી તો ફૂદાની પેઠમ ફરે તો.

અહી અમે ઉપર ઉપમા અલંકાર(Upama Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. ઉપમા અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

x