Gujarati Grammar Alankar | અલંકાર ગુજરાતી વ્યાકરણ

Here we provide Gujarati Grammar Alankar | ગુજરાતી વ્યાકરણ માં અલંકાર | Gujarati Vyakaran Alankar Types in Gujarati. અલંકાર પ્રકાર.

Gujarati Grammar Alankar

અલંકાર નો સામાન્ય અર્થ આભૂષણ, કે શણગાર થાય છે.

અલંકાર બે શબ્દો વડે બનેલ છે. અલમ + કાર. જેમાં અલમ એટલે પર્યાપ્ત અને કાર એટલે કરનાર. અલંકાર એ ભાષા નું સૌંદર્ય વધારવા માટે છે. અલંકારથી સાહિત્ય માં રહેલી લાગણી દીપી ઉઠી છે. અલંકાર ના મુખ્યત્વે બે પ્રકાર છે.

Types of Alankar in Gujarati Grammar | અલંકાર ના પ્રકારો

અલંકાર ના બે પ્રકાર છે.

  • શબ્દાલંકાર
  • અર્થાલંકાર
Gujarati Grammar Alankar

શબ્દાલંકાર(Shabdalankar)

જે અલંકાર શબ્દો ના આધારે રચાતો હોય, અહી વાક્ય માં શબ્દો દ્વારા ચમત્કૃતિ થતી હોય તેને શબ્દાલંકાર કહેવાય છે. આ અલંકાર માં જો એક શબ્દ ના સ્થાને બીજો પર્યાય વાચી શબ્દ પણ મૂકવામાં આવે તો અલંકાર થતો નથી. શબ્દાલંકાર ના કુલ ત્રણ પ્રકાર છે.

  1. વર્ણાનુપ્રાસ,
  2. શબ્દાનુપ્રાસ,
  3. પ્રાસાનુપ્રાસ
શબ્દાલંકાર ના પ્રકાર
(Shabdalankar)
પરિભાષા
વર્ણાનુપ્રાસવર્ણ એટલે અક્ષર, એક જ પંક્તિ માં એકનો એક વર્ણ વારંવાર આવતો હોય ત્યારે
શબ્દાનુપ્રાસ,પંક્તિ માં શબ્દ નું પુનરાવર્તન હતું હોય ત્યારે
પ્રાસાનુપ્રાસપંક્તિ ના મધ્યમાં પ્રાસ મળે તો પ્રાસાનું પ્રાસ અને અંતમાં પ્રાસ મળે તો અંત્યાનું પ્રાસ
શબ્દાલંકાર(Shabdalankar)

અર્થાલંકાર(Arthalankar)

શબ્દ ના અર્થ ના આધારે અલંકાર ની ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે. એક શબ્દ ના સ્થાને તેવોજ અર્થ ધરાવતા શબ્દ ને મૂકવાથી અર્થાલંકાર બને છે. અર્થાલંકાર ને સમજવા માટે ઉપમાન અને ઉપમેય ને સમજવું ખુબજ જરૂરી છે.

ઉપમાન એટલે  જે વસ્તુ ની સાથે સરખામણી કરવામાં આવી હોય તે...
ઉપમેય એટલે ...જે વસ્તુ ની સરખામણી કરવામાં આવી હોય તે..... 

અર્થાલંકાર ના 10 પ્રકારો છે. જે નીચે મુજબ છે.

  1. ઉપમા અલંકાર
  2. રૂપક અલંકાર
  3. ઉત્પ્રેક્ષા અલંકાર
  4. વ્યતિરેક અલંકાર
  5. અનન્વય અલંકાર
  6. શ્લેષ અલંકાર
  7. વ્યાજસ્તુતિ અલંકાર
  8. સજીવતોપણ અલંકાર
  9. દૃષ્ટાંત અલંકાર
  10. સ્વભાવોક્તિ અલંકાર
અર્થાલંકારના પ્રકારો
(Arthalankar)
પરિભાષા
ઉપમા અલંકારજ્યારે ઉપમેય ની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે
રૂપક અલંકારઉપમેય અને ઉપમાન જુદા જુદા દર્શવાવા ના બદલે એક જ છે એમ દર્શાવવામાં આવે ત્યારે
ઉત્પ્રેક્ષા અલંકારઉપમેય ની ઉપમાન સાથે સરખામણી માં આવે પરંતુ ઉપમેય ઉપમાન હોય તેવી કલ્પના કરવામાં આવે
વ્યતિરેક અલંકારઉપમેય ને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે
અનન્વય અલંકારઉપમેય ને ઉપમેય જોડે જ સરખામણી કરવામાં આવે ત્યારે
શ્લેષ અલંકારએક જ પંક્તિ ના બે કે તેથી ધારે અર્થ થતાં હોય ત્યારે…
વ્યાજસ્તુતિ અલંકારજ્યારે પપ્રશંસા ના બહાને નિંદા કરવામાં આવે ત્યારે
સજીવતોપણ અલંકારનિર્જીવ વસ્તુ ને સજીવ હોય તેવું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે
દૃષ્ટાંત અલંકારઅહી ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખામણી સૂચક શબ્દો આવતા નથી પરંતુ, એ સંપૂર્ણ વાક્ય ની સરખામણી બીજા વાક્ય સાથે હોય તેમ
સ્વભાવોક્તિ અલંકારવસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્રણ આપ્યું હોય ત્યારે
અર્થાલંકાર(Arthalankar)

અહી અમે Gujarati Grammar Alankar એટલેકે અલંકાર ની ગુજરાતી વ્યાકરણ સંદર્ભે એક પ્રાથમિક સમજણ આપી છે. વધારે ઊંડાણ થી અલંકાર ને સમજવા માટે જે તે અલંકાર ના નામ પર ક્લિક કરો.

4 thoughts on “Gujarati Grammar Alankar | અલંકાર ગુજરાતી વ્યાકરણ”

Leave a Comment

x