તળપદા શબ્દો PDF | ગુજરાતી તળપદા શબ્દકોષ PDF

તળપદા શબ્દો

તળપદા શબ્દો PDF: અહી અમે આપની સાથે તળપદા શબ્દોનું લિસ્ટ અને PDF આપી છે જે ગુજરાતી ભાષા માં છે અને Download પણ કરી શકશો.

તળપદા શબ્દો એટલે શું?

સામાન્ય રીતે જોઈએ તો તળપદા શબ્દો એ શુદ્ધ શબ્દો નું અશુદ્ધ સ્વરૂપ છે. કેટલાક શબ્દો એવ હોય છે જે વિવિધ પ્રાંત ની વિભિન્ન બોલી ના કારણે થોડા અપભ્રંશ થયેલા હોય છે. જેમનો અર્થ મૂળરૂપ જેવો જ હોય છે. જેમકે રસ્તા માટે એક શબ્દ “માર્ગ” વપરાય છે પરંતુ ક્યારેક ગામઠી ભાષા માં તેને “મારગ” તરીકે પણ બોલાય છે. આમ તળપદા “મારગ” એ માર્ગ નો તળપદો શબ્દ છે.

અહી નીચે અમે આપની સાથે તળપદા શબ્દો નું લિસ્ટ આપ્યું છે. અહી આપવામાં આવેલ લિસ્ટ ને આપ PDF સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકશો.

તળપદા શબ્દો નું લિસ્ટ

તળપદા શબ્દોતળપદા શબ્દો નું શુદ્ધ સ્વરૂપ
ભગતભક્ત
ઓચ્છવઉત્સવ
બાપડાબિચારા
ધન ધન ધન્ય ધન્ય
જેહજે
તેહતે
કરમકર્મ
ટાણુંસમય
વેળાસમય
સિકલચહેરો
સલવટકરચલી
નકરનહીં તો
ઢૂંકડુંનજીક
નિમનિયમ
તાકડેસમયે
દાક્તરડોક્ટર
મલકમુલ્ક
પુનઈપુણ્ય
જુક્તિયુક્તિ
પદારથપદાર્થ
જનમીજન્મી
માહીમાં
આવરદાઆયુષ્ય
આળઆરોપ
દીઠુંજોયું
ખટષટ
મેળેજાતે
છેકઅંતે
વેગળોઅલગ
હાપસાપ
ખલેલઅડચણ
ગોજપાપ
સંધાયબધા
સોડી, છોડીછોકરી
ખોળવુંશોધ
તઈતો પછી
ગરવાઈગૌરવ
ભોઇતળિયું
આગલુંઆગલું
નવાણજળાશય
આઘડીએહમણાજ
અતિશેઅતિશય
અંગારા દેવતા
અચંબોઆશ્ચર્ય
અટાણેઅત્યારે
અડાળીરકાબી
અનભે નિર્ભય
આણીપા આબાજુ
ઓતરઉત્તર
ઓરુંનજીક
કટક સૈન્ય
કવેણખરાબ વચન
કળજગકલિયુગ
કુવાશીદીકરી
ખેપમુસાફરી
ગવનસાલ્લો
ઘીરેઘરે

તળપદા શબ્દો PDF

અહી અમે આપની સાથે તળપદા શબ્દો નું કક્કાવારી પ્રમાણે એક લિસ્ટ આપ્યું છે જે PDF સ્વરૂપ માં ઉપલબ્ધ છે. તળપદા શબ્દો PDF ને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

અહી આપેલ તળપદા શબ્દો PDF વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેંટ કરી જણાવશો. એ સિવાય કોઈ પણ સલાહ સૂચન આવકારી છે.

Leave a Comment

x