[510+] Shabd Samuh Mate Ek Shabd Gujarati Ma | શબ્દ સમૂહ માટે એક શબ્દ

Shabd Samuh Mate Ek Shabd: અહી અમે આપની સાથે 500 થી પણ વધારે “શબ્દ સમૂહ માટે એક શબ્દ” શેર કર્યા છે. Shabd Samuh Mate Ek Shabd Gujarati Ma આપણે ખુબજ ઉપયોગી થશે.

“શબ્દ સમૂહ માટે એક શબ્દ” એ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે એક પ્રચલિત વિષય છે. જ્યારે આપણે કોઈ એક થી વધારે શબ્દ વાળા વાક્ય નો અર્થ માત્ર એક જ શબ્દ માં કહેવો હોય ત્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ વપરાય છે. શબ્દ સમૂહ નો ઉપયોગ એ ટૂંકાણ માં લખવા અને વાક્ય ને અલંકૃત કરવામાટે ખુબજ ઉપયોગી બને છે.

શું આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરો છો? સ્પર્ધાત્મક પરીક્ષા માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ ખુબજ ઉપયોગી છે. વ્યાકરણ ની દૃષ્ટિએ તેનું મહત્વ વધારે છે અને અવારનવાર તે પરીક્ષામાં પૂછાતા હોય છે. અહી અમે આપની સાથે 500 થી વધારે શબ્દ સમૂહ માટે એક શબ્દ શેર કર્યા છે જે આપની ભાષા પર પકડ મજબૂત કરશે અને સ્પર્ધાત્મક પરીક્ષા મ ખુબજ લાભ અપાવશે.

Shabd Samuh Mate Ek Shabd (1-100)

શબ્દ સમૂહ શબ્દ સમૂહ માટે એક શબ્દ
પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય- વીશી, લોજ
રથથી અલગ થયેલો યોદ્ધો- વિરથી
કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ- પશ્ચાતાપ
જાતે સેવા આપનાર- સ્વયંસેવક
ભોજન કરવા બેસનારાઓની હાર- પંગત
દરરોજ નવાં નવાં રૂપ ધારણ કરનાર- બહુરૂપી
જેની પ્રતિષ્ઠા થયેલી છે તેવું- લબ્ધપ્રતિષ્ઠ
જેની પત્ની પરદેશ ગયેલી હોય તેવો પુરુષ- પ્રોષિતપત્નીક
મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્ત- શાલભંજિકા
પીવાને યોગ્ય- પેય
ખેતરમાં પાકની સિંચાઈ માટે બનાવેલી તીક- ઢાળિયો
બેચેની ભરેલી શાંતિ- સન્નાટો
આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય, ચંદ્રની સ્થિતિ પરથી ભવિષ્ય વાણી કરનારજ્યોતિષ, જ્યોતિષિ
જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી- સધવા, સૌભાગ્યવતી
કંસબના ભરતવાળું- જરકસબી
કણસલા ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા-ખળુ
પરિવર્તન કે ઊથલપાથલનો સમય- સંક્રાત્તિકાળ
ચારે બાજુ પાણીની વચ્ચેની જમીન-બેટ
ઈસ્લામનો ઉપદેશ કરનાર- મોલવી
ભગવાન વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ- પથ્થર શાલિગ્રામ
લેણદેણ વગેરે સંબંધી લખાણ- દસ્તાવેજ
ભેદી ન શકાય તેવું મજબૂત- વજ્રસમાણું
ભગવાન વિષ્ણુની ઉપાસના કરનાર- વેષ્ણવ
યાદગીરી રૂપે રચેલી ઈમારત- સ્મારક
અમર કરે તેવો એક રસ- અમૃત
વાંકું બોલનારી, કટાક્ષ કરનારી સ્ત્રી- વાંકાબોલી અથવા વક્રબોલી
પ્રયત્ન કર્યા વિના- અનાયાસ
વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ- તૂતક
યુદ્ધે ચડેલી વીરાંગના- રણચંડી
લખવા માટેનું લાકડાનું બનેલું સાધન- કલમ
છૂટું ફેંકવાનું હથિયાર- અસ્ત્ર
દરવાજાવાળો મહોલ્લો- પોળ
સૂર્યોદય પહેલાનો સમય- ભડભાખરું
પહાડમાં આવેલી પોલી બખોલ જેવી જગ્યા- કુહર કે ગુફા
ઈલકાબતનું પ્રમાણપત્ર- ઈલકાબખત
સ્નેહ કે લાગણી થી ભીજાયેલું- સ્નેહભીનું
કરેલા ઉપકારને ભૂલી જનાર- કૃતઘ્ની
પ્રાંતનો વડો- સૂબો
ઢોરને ખાવા માટે એની આગળ મૂકેલો ચારો- નીરણ
જેની પત્ની હયાત હોય તેવો પુરુષ- સધુર
ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ- ઓગાઠ
પૂરા વિચારને અંતે પ્રગટેલું-પુછ અથવા પાકટ
સૂર્ય ઊગે તેમ ખીલીને બરાબર એની સામે રહેતો આવે એવાં ફૂલોનો છોડ- સૂર્યમુખી
ગામને પાદર ભરવાડોનું ઘેટાં-બકરાં રાખવાનું ઠેકાણું- ઝોકડુલ
ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું- ફૂબો
નિત નવાં નવાં રૂપ ધારણ કરનાર- બહુરૂપી
વર્ણવી ન શકાય એવું- અવર્ણનીય
સિંહની આકૃતિવાળું આસન- સિંહાસન
એક જ વાત વારંવાર કહ્યા કરવી તે- પિષ્ટપેષણ
જેનાં લગ્ન નથી થયાં કે સગાઈ પણ ન થઈ હોય તેવો પુરુષ કે સ્ત્રી- વાંઢું, વાંઢો, વાંઢી
મુસાફરીમાં સાથે લીધેલા ખાધ પદાર્થો- ભાતું અથવા ભાથું
પાછળ થી જન્મેલ- અનુજ
પૂર્વે જન્મેલા વડીલ- પૂર્વજ
ઝાડોની લાંબી હાર કે જંગલનો લાંબો પ્રદેશ- વનરાઈ, વનરાજિ
કાતરિયા જેવું હથિયાર, જે ફેંકાયા પછી ફેકનાર પાસે પાછું આવે છે- પ્રત્યાવર્તનશસ્ત્ર, બૂમરેંગ
ન્યાયાધીશને બેસવાનું સ્થાન- ન્યાયાસન
નરરૂપે અવતરેલા ઈશ્વર- નરહરિ
દાબી શકાય નહી એવું- અદમ્ય
કાગળ ઊડી ન જાય એ માટે તેના ઉપર રાખવાનું સાધન- કાગળ દાબણિયું
માથે બાંધવાનો છોગાવાળો સાફો- શિરોપેચ
તેલીબિયાં પીલવાનું સાધન- ઘાણી
કમળ જેવી આંખોવાળી- કમલાક્ષી
મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય- કામધેનુ
દેશનો પ્રજાજન-નાગરિક
તીણી કારમી ચીસ- કિકિયારી
એકબીજામાં પરોવાયેલું- તલ્લીન
હવા, પાણી, અનાજ વગેરે તત્ત્વોનું દૂષિત થવું તે- પ્રદૂષણ
આંખ આગળ ખડું થઈ જાય એવું-તાદશ અથવા આબેહૂબ
ખાસ માનીતો મુખ્ય વિદ્યાર્થી- મોનિટર
જેમાંથી વસ્તુ ખૂટે નહીં એવું પાત્ર- અક્ષયપાત્ર
જીતી ન શકાય એવું- અજેય
પૂરેપૂરું આપી દવું તે- સમર્પણ
વિરહનો સમય- વિપ્રયોગકાળ, વિજોગવેળ
ખીલ્યા વગરનું ફૂલ- કળી
દિશા અને કાળનો સમૂહ- દિક્કાલ
વાડમાંથી જવા આવવા કરેલો માર્ગ- છીંડુ
રાત્રે ખીલતું કમળ- પોયણું
દૂધ, છાશ અથવા દહીં વગેરે ભરવાની હાંડલી- દોણી
એક્જવાર ફળનારી સ્ત્રી- કાકવંધ્યા
મૂર્તિ, મંદિર કે અન્ય કોઈ પદાર્થ ને જમણે હાથે રાખી કરવામાં આવતી પરિક્રમા- પ્રદક્ષિણા
જેમની મા ન હોય તેવાં- નમાયાં
મળ કે મેલ વિનાનું- નિર્મળ
પાણીમાં થતું કૂડાળું- વમળ
પ્રાચીન કાળથી ચાલી આવતું- સનાતન
શાસ્ત્રમાં નિષ્ણાત- પંડિત અથવા શાસ્ત્રજ્ઞ
રૂપિયાનો સોમો ભાગ- દોકડો
શબ્દની મૂળ ઉત્પત્તિ- વ્યુત્પત્તિ
બીજા કશા પર આધાર રાખનારું- સાપેક્ષ
શારીરિક રીતે કે ઈન્દ્રિયોથી અશક્ત- પાંગળું
અડધા ચંદ્ર જેવી આકૃતિ- અધંચંદ્રાકૃતિ
સહુની સરખી માલિકીની- મજિયારી
શાહી રાખવાનું સાધન- ખડિયો
ખેતરમાં તેયાર પાક ખાઈ ન જાય એ માટે પંખીઓ અથવા વાંદરાઓને બિવડાવવા ઘાસ લાકડીઓથી ઊભો કરેલો માણસ જેવો આકાર- ચાડિયો
સાંભળી ન શકનાર –બધિર
જમવા આવવાનું નિમંત્રણ- નોતરું
પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ, જેમાંથી પાણીનું વહેણ કાઢવામાં આવતું હોય-ગૌમુખ
લાકડાના નાના નાના ટુકડા- કરગઠિયાં
“સર” ના ખિતાબનું પ્રમાણપત્ર- ખિતાબખત
પાણીમાં ધોળેલું અફીણ- કસુંબો
ગાયનો દીકરો- સૂરભિસુત

Shabd Samuh Mate Ek Shabd (100-200)

શબ્દ સમૂહ શબ્દ સમૂહ માટે એક શબ્દ
એક સર્જકના સર્જન પરથી અન્ય સર્જન કરનાર- અનુસર્જક
સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો માનવી જે નામથી ઓળખાય છે તે- આદમ
શરીરનો સુડોળ, સુઘટ્ટ બાંધો- કાઠું
ખાળનું મેલું પાણી જેમાં ભેગું થાય તે ખાડો- ખાળકૂંડી
બાળકો તરફનું વહાલ- વાત્સલ્ય
સહેલાઈથી મેળવી શકાય તેવુ- સહજસાધ્ય અથવા સુલભ
શાંતિ માટેનું નિવાસસ્થાન- શાંતિ નિકેતન
યંત્ર વગર, હાથથી ચાલતો ઉધોગ- હસ્તઉધોગ
જેમાં મટકી અથવા વાસણ મૂકીને અદ્ધર લટકાવી શકાય એવું ગૂંથેલી ઝોળી જેવું સાધન- શીકું
સવારનો નાસ્તો- શિરામણ
માથે પહેરવાનું વસ્ત્ર- પાઘડી, શિરપાઘ
છોડની આસપાસ કરેલી નાની વાડ- વાડોલિયું
60 વર્ષ પૂરા થયાની ખુશીમાં ઉજવાતો મહોત્સવ- હીરક મહોત્સવ
જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવું- અવર્ણીય
અમર લોકોનું નગર- અમરાપુરી
સાથે જન્મેલું કે સ્વાભાવિક હોય છે તે- સહજ
મર્યાદા વિનાનું- અમર્યાદ
અણીના વખતે- તાકડે
લોટી જેવું નાની માટીનું વાસણ- કુલડી
પવન જેવા વેગથી દોડનાર- પવનવેગી
ઉત્તમ લોકની પ્રાપ્તિ-સદગતિ
કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગરનું-નિરપેક્ષ
વડે ટોવામાં આવે એ ક્રિયા- ગળથૂથી
સૂકા ઘાસની પૂળાની ગંજી- હોગલી અથવા ઓઘલી
ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે-દીક્ષા
ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ- કીર્તન, ઓચ્છવ
જેનો પતિ પ્રવાસે ગયો છે તેવી સ્ત્રી- પ્રોષિતભતૃંકા
કોઈને પહોંચાડવા માટે સોપાયેલી વસ્તુ-સંપેતરું
છપાઈને બહાર પડતું- મુદ્રિત
અવાજ વગરનું- નિરવ
અંતરની વૃત્તિ કે ભાવ- અંતભાંવ
સાંબેલા જેવી ધારે વરસતો વરસાદ- સાંબેલાધાર
આપબળે વિકાસ સાધનાર- આપક્મી
ચોરાશી લાખ જન્મના ફેરા-લખચોરાશી
જૂની પ્રાણાલિકાનું આચરણ તેમજ સમથન કરનાર- રૂઢિચુસ્ત
સાર નરસું ગ્રહણ કરવાની શક્તિ- વિવેક, સૂઝ
જીણ થયેલાને સમરાવવું તે- જીર્ણોદ્ધાર
બાળક તરફનું વહાલ- વાત્સલ્ય
બેથી વધારે આંટાવાળી, વાળાની વીટી-વેઢ
પૃથ્વીની ઉપરની સપાટી- ધરાતલ
મનમાં વિચારોનું મંથન ચાલવાની ક્રિયા- ગડમથલ અથવા મંથન
વરકન્યા પરણવા બેસે છે તે મંડપ- ચોરી
જીવ પર આવી ગયેલું- મરણિયું
ખરાબ કે ખોટું કામ- કુકર્મ
ચર અને અચર વસ્તુ- ચરાચર
નહી જીતાયેલુ- અજીત
ગાડા ભાડે ફેરવનાર- અધવાયો
જડમૂળથી ઊખેડી નાંખનાર- ઉચ્છેદક
માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ- ઢોબલું
સ્વર્ગનું કાલ્પનિક વૃક્ષ, જેની નીચે બેસનાર સંકલ્પ પ્રમાણે વસ્તુ મેળવી શકે-કલ્પવૃક્ષ
તોપમાં ભરેલા દારુને સળગાવવા માટેનો કાકડો- જામગરી
જ્યાં જન્મ થયો હોય તે સ્થળ કે દેશ- જન્મભૂમિ, માતૃભૂમિ
પગથી માથા સુધીનું- આપાદમસ્તક
દિશાઓરૂપી વસ્ત્રવાળું- દિગંબર
વારંવાર જન્મ લેવામાંથી છૂટકારો- મુક્તિ
તેલી રંગોથી દોરવામાં આવેલું ચિત્ર- તેલચિત્ર
વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું- ખખડધજ
અનાજ ઝાટકવાનું સાધન- સૃપડું
આધાર વગરની વાત- ઉટંગ
ઈચ્છા કે ઝંખના કે સ્પૃહા કરવાયોગ્ય- સ્પૃહણીય
કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું- બિબું
પાણી જવાનો થોડા ઊંડાણવાળો માર્ગ- નાળું
જેની તુલના ન થઈ શકે તેવું- અતુલનીય
આકાશમાં ફરનારું- ખેચર
ગામ કે નગરની બહારનો ખુલ્લો સપાટ ભાગ- પાદર, પાધર
નાશ નપામે તેવું- અક્ષય અથવા અવિનાશી
સોને સમાન દષ્ટિથી જોવા તે- સમદષ્ટિ
ત્રણના ભારમાંથી મુક્ત થવું તે- ત્રણમુક્તિ
પતંગની સાથે ચડાવવામાં આવતું કાગળનું ફાનસ- તુક્કલ
પૃથ્વી પર સૌને વહાલો કે ધરતીમાતાનો વહાલો- પૃથિવીવલ્લભ
જોવામાં પ્રિય લાગે એવું- પ્રિયદર્શન
કાળના જેવા મોવાળું- કાળમુખું
પૂરતી તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવતું મૂલ્ય- આંકણી, આકરણી
પહેલાં થઈ ગયેલું- પુરોગામી
સુગંધી દ્રવ્ય- ધૂપ
પોપટની પેઠે સમજ્યા વિના ગોખી મારેલું જ્ઞાન- પોપટિયું
જેની આશા રાખવામાં ન આવે તેવું-અપ્રત્યાશિત
જાઓ કહીને કાઢી મૂકવું તે-જાકારો
જંગલમાં બળતી આગ- દાવાનળ
સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની- સહધમચારિણી
કીર્તિની ગાથા- યશગાથા
જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું- અપશુકનિયાળ
કાવ્યનું પ્રશ્નોત્તરી દ્વારા થતું વિવેચન-કાવ્યસમીક્ષા
સાંજની આરતીનો સમય- ઝાલરટાણું
ઘરને લગતો સરસામાન- ઘરવખરી
દાણ ભરવાનું ચૂકવું તે-દાણચોરી
નિયમમાં રાખનાર- નિયંતા
માનસિક આવેગવાળું- સાંવેગિક
શસ્ત્રથી સજ્જ થયેલા- શાસ્ત્ર સજ્જિત
કુંડાળામાં જોરથી વાતો પવન- વંટોળ
શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર- જાસૂસ
ખડક તોડવા કે શત્રુનો નાશ કરવા ભૂર્ગભમાં ગોઠવાતી દારુગોળાની રચના- સુરંગ
બ્રાહ્મણોને માટે તેયાર કરેલું, બ્રાહ્મણોને કરાવવા માટેનું- ભોજન બ્રહ્મભોજન
પોતાની જાત પર આધાર રાખનારું- આપકમી
જેનો કશો આધાર ન હોય તે- નિરાધાર
ધનુષ્યની દોરીનો અવાજ-ટંકર
રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો- સલેપાટ
પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ- તરાપો
રેદ્રાક્ષના મોટા મણકાની માળા- બેરખો
સાપના વશીકરણનો મંત્ર જાણનાર- ગારુડી

Leave a Comment

x