Color Name in Gujarati and English | રંગો ના નામ

Colour Name in Gujarati: અહી અમે રંગો ના નામ(Color Name in Gujarati) માં આપ્યા છે. અહી આપવામાં આવેલ રંગોના નામ ગુજરાતી તેમજ અંગ્રેજી માં આપવામાં આવ્યા છે.

Colour Name in Gujarati

અહી ની છે અમે રંગ વિષે ની જાણકારી આપી છે જેમાં રંગો ના નામ ગુજરાતી તેમજ અંગ્રેજી(Colour Name in Gujarati and English) ભાષા માં આપવામાં આવ્યા છે. રંગો ના નામ સાથે અહી તેમના પ્રકારો વિષે પણ જાણકારી આપવામાં આવી છે.

Colour NameColour Name in Gujarati
Blueવાદળી
Orangeનારંગી
Yellowપીળું
Pinkગુલાબી
Redલાલ
Greenલીલું
Brownબ્રાઉન
Whiteસફેદ
Grayભૂખરા
Blackકાળુ
Purpleજાંબલી
Azureતેજસ્વી વાદળી રંગ
Aquamarineપ્રકાશ વાદળી લીલો રંગ
Sky blueવાદળી
Magentaપ્રકાશ જાંબુડિયા લાલ રંગ
Beigeનિસ્તેજ રેતાળ પીળો–ભુરો રંગ
Turquoiseલીલોતરી વાદળી રંગ
Bronzeપીળો રંગ ભુરો
Cyanસ્યાન
Silverભૂખરા–સફેદ રંગનો
Goldenસોનેરી રંગ
Colour Name in Gujarati

Types of Colour in Gujarati – રંગો ના પ્રકાર

રંગ એ ચિત્ર કળા નું એક મહત્વપૂર્ણ અંગ છે. ચિત્ર માં ભાવ અને કુદરત ના અનેકવિધ ખ્યાલો ને રજૂ કરવા માટે રંગો નો ઉપયોગ ખુબજ જરૂરી છે. રંગો ને મુખ્યત્વે ત્રણ શ્રેણી માં વિભાજિત કરી શકાય છે. જે નીચે મુજબ છે.

  • પ્રથમ શ્રેણી
  • દ્વિતીય શ્રેણી
  • તૃતીય શ્રેણી

પ્રથમ શ્રેણી – Primary Colour in Gujarati

લાલ(Red), પીળો(Yellow) અને વાદળી(Blue) અને પ્રથમ શ્રેણી ના મૂળ રંગો કહેવાય છે. આ રંગો નું મૂલ્ય પોતાનું હોય છે. આ રંગો ને બીજા રંગો ના મેળવણ થી બનાવી શકાતા નથી આથી રંગો ને શુદ્ધ અને તેજસ્વી રંગો થી પણ ઓળખવામાં આવે છે.

દ્વિતીય શ્રેણી ના રંગો – Secondary Colour in Gujarati

પ્રથમ શ્રેણી ના રંગો ના મેળવણ થી આ રંગો ને બનાવવા માં આવે છે આથી તેમની શુદ્ધતા માં અને તેજસ્વિતા માં પણ ઘટાડો આવે છે. આ રંગો ને જોવા માટે નીચે આપેલ ટેબલ ને જુઓ.

લાલ + પીળો કેસરી
પીળો + વાદળીલીલો
વાદળી + લાલજાંબલી

તૃતીય શ્રેણી ના રંગો – Tertiary color in Gujarati

બીજી શ્રેણી ના રંગો ના મેળવણ બાદ આ રંગો ને બનાવી શકાય છે. આ રંગો એ બીજી શ્રેણી કરતાં ઝાંખા અને તેજસ્વિતા ઘણી ઓછી હોય છે. તેમણે ભૂખરા રંગો તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેસરી + જાંબલી બદામી
જાંબલી + લીલો પથ્થરિયો
લીલો + કેસરીયો મરૂન

અન્ય મેળવણી ના રંગો – Other Mixture of Colour in Gujarati

લાલ + સફેદગુલાબી
પીળો + સફેદ આછો પીળો
વાદળી + સફેદ આછો વાદળી
જાંબલી + સફેદ આછો જાંબલી
લીલો + સફેદ આછો લીલો
કાળો + સફેદ રાખોડી
લાલ + કાળો કથ્થાઇ
પીળો + કાળો મહેંદી
કેસરી + કાળો ઘાટો કેસરી
લીલો + કાળો ઘાટો લીલો

રંગો ના ગુણધર્મ – Properties of colors in Gujarati

દરેક રંગો ને જુદા જુદા ભાવ અને સંકેત હોય છે. દરેક રંગો ને પોતાનો આગવો ગુણ હોય છે અહી નીચે ના ટેબલ માં અમે આપની સાથે દરેક રંગો ના ગુણધર્મ વિષે જાણકારી આપી છે.

રંગ-Colour ગુણધર્મ – Properties
લાલઆ રંગ પ્રથમ શ્રેણી નો છે. હિંસા, ક્રોધ, ઉગ્રતા અને ભયંકરતા ના ભાવો નું સૂચન કરે છે. બાળકો અને સ્ત્રીઓ ને આ રંગ ખુબજ ગમે છે. તે પ્રેમ ના પ્રતિક રૂપે પણ ઓળખવામાં આવે છે. આ રંગ ને શુભ માનવામાં આવે છે.
પીળોઆ રંગ સૂર્ય અને સોનાનો રંગ કહેવાય. આનંદ, પ્રકાશ, ચળકાટ, કિર્તિ, તેજસ્વિતા દર્શાવવા માટે વપરાય છે. આ સિવાય માંદગી, આળસ, નબળાઈ, અદેખાઈ, વિશ્વાસઘાત ધર્શાવવા માટે પીળા રંગ નો ઉપયોગ થાય છે.
વાદળીઆ રંગ સૌમ્ય, ગંભીર અને શુદ્ધતા સૂચક છે. શાંત રંગપુરણી માં આ રંગ નું વિશેષ મહત્વ છે. અનંતતા, વિશાળતા અને સ્થિરતા માટે વાદળી રંગ નો ઉપયોગ થાય છે.
કેસરીશૌર્ય, સ્વાર્પણ, ત્યાગ અને શહાદત માટે આ રંગ વપરાય છે. અગ્નિ, જ્યોત, વિદ્યા અને જ્ઞાન નું પ્રતિક છે આ રંગ. ભારત ના રાષ્ટ્રધ્વજ માં સૌથી ઉપર નો પટ્ટો આ રંગ થી શોભાયમાન છે.
લીલોખુશનુમા વાતાવરણ, ફળદ્રુપતા, જમીન અને કુદરત ની રજૂઆત કરવામાં આરંગ વપરાય છે. શાંતિ, તાજગી, સમૃદ્ધિ, વિશ્વાસ, ધ્યાનમગ્નતા, ચિંતન, શ્રદ્ધા દર્શાવવા માટે લીલો રંગ વપરાય છે. ભારત ના રાષ્ટ્રધ્વજ માં સૌથી નીચે નો પટ્ટો આ રંગ થી શોભાયમાન છે.
જાંબલીઆ રંગ દરબારી ઠાઠ સૂચવે છે. બાદશાહી, દમામ, વૈભવ, વિલાસ, શાણપણ જાંબલી રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. સુખ શાંતિ અને એસો આરામ માટે પણ આ રંગ નો શમાવેશ થાય છે.
સફેદઉતેજક અને પ્રકાશિત રંગ, માનવતા સત્યતા, પવિત્રતા, વગેરે ને દર્શાવવા માટે સફેદ રંગ નો ઉપયોગ થાય છે. શોક અને તાબેદારી દર્શાવવા માટે પણ સફેદ રંગ વપરાય છે. ભારત ના રાષ્ટ્રધ્વજ માં વચ્ચે નો પટ્ટો આ રંગ થી શોભાયમાન છે.
કાળોઅંધકાર અને ગહનતા નું સૂચન કરે છે. હતાશા, નિરુત્સાહ, મૃત્યુ, ગમગીની, વગેરે દર્શાવવા માટે તથા ભય, ત્રાસ, કપટ દર્શાવવા માટે આ રંગ નો ઉપયોગ થાય છે.

FAQ – Colour in Gujarati

What is called Brown Color in Gujarati?

Brown Color ને ગુજરાતી માં ભૂરા રંગ ના નામે ઓળખવામાં આવે છે.

What is Called Indigo Color in Gujarati?

Indigo Colour ને ગુજરાતી માં ગળી રંગ તરીકે ઓળખવામાં આવે છે.

What is Called Blue color in Gujarati?

Blue Color ને ગુજરાતી માં વાદળી રંગ ના નામે ઓળખવામાં આવે છે.

What is Called Violet Color in Gujarati?

Violet Colour ને ગુજરાતી માં Violet કે બેંગની રંગ થી ઓળખવામાં આવે છે.

What is Called Purple Color in Gujarati?

Purple Colour ને ગુજરાતી ભાષામાં જાંબલી રંગ થી ઓળખવામાં આવે છે.

What is Called Orange color in Gujarati?

Orange ને ગુજરાતી માં કેસરી રંગ થી ઓળખવામાં આવે છે.

1 thought on “Color Name in Gujarati and English | રંગો ના નામ”

Leave a Comment

x