Drishtant Alankar in Gujarati | દૃષ્ટાંત અલંકાર

Drishtant Alankar in Gujarati: અહી અમે આપની સાથે દૃષ્ટાંત અલંકાર ની ગુજરાતી માં(Drishtant Alankar in Gujarati) જાણકારી શેર કરી છે સાથે ઉદાહરણ દ્વારા પણ સમજણ આપી છે.

દૃષ્ટાંત અલંકાર એટલે શું ?

આ અલંકાર મા ઉપમાન વાક્ય અને ઉપમેય વાક્ય વચ્ચે જેમ, તેમ જેવા સરખામણી સૂચક શબ્દ આવતા નથી, પરંતુ દૃષ્ટાંત દ્વારા એક વાક્ય નું બીજા વાક્ય મા પ્રતિબિંબ પડે છે.

ઉદાહરણ::

વસંત ના વાયુ વાય,
ફાળે ને સહકાર નમે,
તેમ તેમ તમારી ડાળે નમતી;
સન્માનથી સર્વત્ર તમે વિનયી થયા.

વાસંતી વાયરા વાતા આંબા ફળતા જેમ ફળથી વૃક્ષો નમે છે તેમ સંસાર ના કાર્યોમા સિદ્ધિ મળતા સારી વ્યક્તિ સન્માનથી સર્વત્ર વિનયી બને છે.

અન્ય ઉદાહરણ

  1. ઊંચી નીચી ફર્યા કરે જીવન ની ઘટમાળ,
    ભરતી એની ઓટ છે, ઓટ પચ્ચી જુવાળ
  2. પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલા,
    ભાંગ્યાં હૈયા ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં

અહી અમે ઉપર દૃષ્ટાંત અલંકાર(Drishtant Alankar in Gujarati) વિશે જાણકારી આપી છે. જેમાં ઉદાહરણ સાથે ની સમજૂતી પણ છે. દૃષ્ટાંત અલંકાર વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. અન્ય અલંકાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

x