પ્રાસાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકાર | Prasanupras Alankar in Gujarati

પ્રાસાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકાર: અહી અમે આપની સાથે પ્રાસાનુપ્રાસ અલંકાર(Prasanupras Alankar in Gujarati) વિશે ગુજરાતી ભાષામાં ઉદાહરણ સહિત જાણકારી આપી છે.

પ્રાસાનુપ્રાસ અલંકાર

પ્રાસાનુપ્રાસ અલંકાર એ શબ્દાલંકાર નો એક પ્રકાર છે, જેમાં પંક્તિ માં મધ્યમાં પ્રાસ મળે તો પ્રાસાનુંપ્રાસ અલંકાર બને છે. આ અલંકાર ને અન્ય નામ “આંતરપ્રાસ અલંકાર” તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે નીચે એક ઉદાહરણ માટે પંક્તિ આપેલ છે.

“વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ હોય”

અહી આપેળ પંક્તિ માં “જેહ” અને “તેહ” નો પ્રાસ પંક્તિ ની મધ્યમાં મળે છે આથી તેને પ્રાસાનુપ્રાસ અલંકાર કહે છે.

ઉદાહરણ

અહી નીચે અમે પ્રાસાનુપ્રાસ અલંકાર ના કેટલાક ઉદાહરણ આપ્યા છે,

1. મે સાદ કીધો, દીધો ના તે કાન 
2. મારા કામણગારા કંથ, પંથ તારો ઉજાળીશ હું 

અંત્યાનુપ્રાસ અલંકાર

અંત્યાનુપ્રાસ અલંકાર એ શબ્દાલંકાર નો એક પ્રકાર છે, જેમાં પંક્તિના અંતમાં પ્રાસ મળે તો અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. જેમ કે નીચે એક ઉદાહરણ માટે પંક્તિ આપેલ છે.

"ગોપીનાથ, ગોવિંદ ગોપાળ
અનાથ બંધુ દીનદયાળ"

જેમાં અંતિમ બંને શબ્દ “ગોપાળ” અને દયાળ વચ્ચે પ્રાસ બને છે.

ઉદાહરણ

અહી નીચે અમે અંત્યાનુપ્રાસ અલંકાર ના કેટલાક ઉદાહરણ આપ્યા છે,

" પાને પાને પોઢી રાત, 
તળાવ જંપ્યુ કહેતા વાત "
મધુર શબ્દ વિહંગ બધા કરે 
રસિક ના હૃદયો રસ થી ભરે
ઉનાળે આભ નીચે, શિયાળે તાપણાં
ચોમાસે પાણી ના ઠેર ઠેર ખામણાં

અહી અમે પ્રાસાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકાર (Prasanupras Alankar in Gujarati) ની વિસ્તાર થી જાણકારી આપી છે, અમને આશા છે કે આપને અહી આપેલ જાણકારી પસંદ પડશે, જો આપ અન્ય અલંકાર વિશે જાણવા માંગતા હોય તો અહી ક્લિક કરો.

1 thought on “પ્રાસાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકાર | Prasanupras Alankar in Gujarati”

Leave a Comment

x