Vakya na prakar: ગુજરાતી ભાષા માં ગ્રામર શીખવા માટે વાક્ય ના પ્રકાર શીખવા ખૂબ જરૂરી છે. વાક્ય ના પ્રકારો નું પણ ત્રણ પ્રકારે વિભાજન કરી શકાય છે. અહી નીચે અમે ત્રણે જુદા જુદા વિભાજન આના આધારે વાક્ય ના પ્રકાર વિશે જાણકારી આપી છે. જેથી વાક્ય અને ગુજરાતી ગ્રામર ને ને સરળતા થી સમજવામાં મદદ મળે.
Vakya na Prakar – વાકયના પ્રકાર
વાક્ય ના મુખ્ય ત્રણ પ્રકાર છે.
- સાદું વાક્ય
- સંયુક્ત વાક્ય
- સંકૂલ કે મિશ્ર વાક્ય
સાદું વાક્ય
જે વાક્ય માં એક ક્રિયાપદ અને એક ઉદેશ્ય- ધ્યેયવાળી રચના છે: તેને સાદું વાક્ય કહે છે. ઉદાહરણ માટે નીચે જુઓ.
- એ તો આખી રાત બબડાટ કરશે.
- તેનો અવાજ રૂંધાઈ ગયો છે.
સંયુક્ત વાક્ય
વ્યાકરણ ની દૃષ્ટિએ જોડાયેલા વાક્યો સમાન મોભાના હોય, એટલે કે, એકબીજાથી સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોય, એક વકી બીજા વાક્ય નું ગૌણ વાક્ય ના હોય, ત્યારે એ સંયુક્ત વાક્ય કહેવાય છે. સંયુક્ત વાક્ય ના વાક્ય ને જોડનારા સનયોજકો આવે છે. ઉદાહરણ માટે નીચે ના વાક્યો ને જુઓ.
- દાળ ભાત, રોટલી, શાક તૈયાર છે અને રસોઈ કરી જાય છે.
- તમે વાસુદેવ ની પૂજા કરો છો એટલે વસુદેવ ને પૂજતા નથી.
સંયોજક: કારણ કે, અથવા કે, કે, નહિતર, તેમ છતાં, તેથી, છતાં પણ, તો પણ, માટે એટલે છતાં, કાં તો પણ, વા, યા, અને, ને, વગેરે….
સંકૂલ વાક્ય:
જોડાયેલા વાકયમાં એક મુખ્ય વાક્ય અને એક ગૌણ વાક્ય હોય.
- જો હું એક મહાઅમાત્ય હોત, મારા તાબા માં દસ હજાર સૈનિક હોત તો હું તે સ્વીકારેત.
- બીજા ફળીએ થી કોઈ દાદાગીરી કરતું આવે તો ફળિયાનું પોતાનું એક નાનું લશ્કર તૈયાર જ હોય.
સંયોજક:: “કે”, “જે…. તે…” “જેવુ…. તેવું”, “જ્યારે….ત્યારે”, “જેમ….તેમ”, “જ્યાં સુધી…. ત્યાસુધી”, “જો… તો”, “જ્યાં… ત્યાં” વગેરે…
ઉચ્ચારણ ના આધારે વાક્યના પ્રકાર(Vakya na Prakar)
અહી અમે વાક્ય ના પ્રકાર તેના ઉચ્ચારણ અને ભાવ ના આધારે આપ્યા છે. તે પ્રકારે વાક્ય ના પાંચ પ્રકાર પડે છે.
વિધાન વાક્ય
જે વાક્ય હકીકત નું નિવેદન કરે તે વાક્ય ને વિધાન વાક્ય કહે છે.
- નર્મદ સુધારવાદી હતો.
- રામ મર્યાદા પુરષોત્તમ હતા.
પ્રશ્નવાક્ય
જે વાક્ય માં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્ન વાક્ય કહે છે. આ પ્રકાર ના વાક્ય પાછળ “?” નું ચિહ્ન લગાડવામાં આવે છે.
- ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ?
કેટલાંક પર્શ્ન વાક્ય ખરેખર પ્રશ્ન નો અર્થ ધરાવતા નથી હોતા, વાક્ય ની રચના પ્રશ્ન વાક્ય ની હોય, છતાં તાત્પર્ય પ્રશ્ન પૂછવાનો ન હોય, પરંતુ કશુક વિધાન કરવાનું હોય ત્યારે..
- એને શાનું દૂ:ખ છે?
ઉદગાર વાક્ય
જે વાક્ય માં કોઈ હકીકત દ્વારા આનંદ કે આશ્ચર્ય નો ભાવ પ્રગટ થતો હોય ત્યારે તેને ઉદગાર વાક્ય કહે છે. તેમાં વાક્ય પાછળ “!” નું ચિહ્ન લગાડવામાં આવે છે.
- શું તેનું સૌંદર્ય!
- કેવું ભયાનક દૃશ્ય!
વિધિવાક્ય
હકાર વાક્ય ને વિધિ વાક્ય કહે છે.
- તમે સાચું બોલો છો.
- રાજા સભામાં જાય છે.
નિષેધ વાક્ય
નકાર વાક્ય ને નિષેધ વાક્ય કહે છે.
- એ દોડી શકતો ન હતો.
- તે પુસ્તકો કામના નથી.
વાક્ય રચના ના આધારે વાક્ય ના પ્રકાર
અહી અમે વાક્ય રચના ના આધારે વાક્ય ને પ્રેરક, કર્તરી, કર્મણિ, ભાવે એમ ચાર પકારે વિભાજિત કરવામાં આવે છે.
પ્રેરક વાક્યરચના
ક્રિયાપદ માં જ્યારે ક્રિયા કરવા પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્ય રચના પ્રેરક બને છે.
સાદી વાક્ય રચના | પ્રેરક વાક્યરચના |
---|---|
વેદ દૂધ પીએ છે. | બા વેદ ને દૂધ પાય છે. |
સ્તુતિ ગીત ગાય છે. | => સ્તુતિ ગીત ગવડાવે છે. => રવિના સ્તુતિ ને ગીત ગવડાવે છે. |
કર્તરી વાક્યરચના
જે વાક્ય માં કર્તા ની પ્રધાનતા હોય, તેને કર્તરી વાક્ય કહે છે. કર્તરી વાક્ય માં ક્રિયાપદ કર્તા કે કર્મ ને અનુસરે છે.
- પ્રજા વહેમ ને પોષી રહી છે.
- મે દિપ્તી ને વાત કહી.
કર્મણિ વાક્યરચના
જે વાક્ય માં કર્મ ની પ્રધાનતા હોય એટલે કે કર્મ કર્તાના સ્થાને હોય તો તેને કર્મણિ વાક્ય કહે છે. કર્મણિ વાક્ય માં ક્રિયાપદ કર્મ ને અનુસરે છે.
- પ્રજાથી વહેમ પોષાઈ રહ્યો છે.
- મારાથી દિપ્તી ને વાત કહેવાઈ.
ભાવે વાક્યરચના
જે વાક્ય માં ક્રિયા ભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ક્રિયાને સહેનાર હોય તેને ભાવે વાક્યરચના કહે છે.
કર્તરી વાક્ય | ભાવે વાક્ય |
---|---|
નેહલ દોડે છે. | નેહલ થી દોડાય છે . |
હું જઈશ નહીં. | મારાથી જવાશે નહીં. |
અહી અમે આપની સાથે વાક્ય ના પ્રકાર(Vakya na prakar in Gujarati) વિશે ની જાણકારી આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલ જાણકારી ગુજરાતી વ્યાકરણ માં વાક્ય ને સમજવામાં ખુભ મદદ કરશે. અહી નીચે અમે ગુજરાતી ગ્રામર ના અન્ય મહત્વપૂર્ણ વિષયો આપ્યા છે જેને જાણવા માટે તેના પર ક્લિક કરો.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત |
6 thoughts on “વાકયના પ્રકાર – Vakya na prakar in Gujarati”