Krudant in Gujarati | કૃદંત અને તેના પ્રકાર

Krudant in Gujarati: અહી અમે આપની સાથે કૃદંત અને તેના પ્રકારો(Krudant and types of Krudant in Gujarati) વિશે ઊંડાણપૂર્વક ની જાણકારી આપી છે. સાથે યોગ્ય ઉદાહરણ સાથે ની સમજૂતી પણ આપી છે.

Krudant in Gujarati

કૃદંત એટલે શું?

અધૂરી ક્રિયા દર્શાવનાર પદ ને કૃદંત કહે છે. કૃદંત નો ઉપયોગ સંજ્ઞા, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ તરીકે થાય છે. વાક્ય રચના માં કૃદંત મુખ્ય પાંચ પ્રકારની કામગીરી કરે છે. જેમ કે…

  • ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવે.
  • ક્રિયાની પૂર્ણ અવસ્થા દર્શાવે.
  • ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે.
  • ક્રિયા થવાનો કે ક્રિયાની કર્તવ્યતાનો અર્થ દર્શાવે.
  • પૂર્વવર્તી ક્રિયા દર્શાવે.

ઉયપર દર્શાવેલી કામગિરિ ના આધારે કૃદંત ને પાંચ પ્રકારો માં વહેચી શકાય છે. અહી નીચે અમે આપની સાથે કૃદંત ના પાંચ પ્રકારો વિશે જાણકારી આપી છે.

કૃદંત ના પ્રકાર (Types of Krudant)

કૃદંત ની કામગીરી ના આધારે તેને નીચે આપેલ પાંચ પ્રકાર માં વિભાજીત કરી શકાય છે. જેમ કે…

  1. વર્તમાન કૃદંત
  2. ભૂતકૃદંત
  3. ભવિષ્ય કૃદંત
  4. વિધ્યર્થ કૃદંત
  5. સંબંધક ભૂતકૃદંત

વર્તમાન કૃદંત

વર્તમાન કૃદંત એક સામાન્ય રીતે કોઈપણ ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવે છે. તેમાં પ્રત્યય “ત” લિંગચિહ્ન સાથે આવે છે. ઉદાહરણ જુઓ..

  • હું બોલતો હતો.
  • રમણ નિયમિત કસરત કરતો.
  • એ દિવસે જમતા નથી.
  • પડતાં ને કોણ પાટુ મારે ?

ભૂતકૃદંત

સામાન્ય રીતે ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે. તેના બે પ્રકાર છે. સાદું ભૂતકૃદંત અને પરોક્ષ ભૂતકૃદંત

સાદું ભૂતકૃદંત “ય”(ધ્, ઠ્, ત્, ન્) પ્રત્યય લિંગ ચિહ્ન ધરાવે છે. બોલ્ + ય્ + ઓ = બોલ્યો

સાદા ભૂતકૃદંત ને “ધ્, ઠ્, ત્, ન્” પ્રત્યય લેતા અંગો ને આ પ્રત્યય લાગ્યા પછી “ય + એલ” પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ કે દીધેલ, દીધેલો, દીધેલું..

પરોક્ષ ભૂતકૃદંત નો પ્રત્યય “ય્ + એલ” છે પરંતુ તે લિંગચિહ્ન લે છે. જેમ કે આપેલો, આપેલી, આપેલું

ભવિષ્યકૃદંત

ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવનાર કૃદંત ને ભવિષ્ય કૃદંત કહે છે. તેનો પ્રત્યય “નાર” છે. લેનાર, લેનારો, લેનારી, લેનારું.

“ભવિષ્યકાળ હમેશા ભવિષ્ય જ બતાવે એવું નથી “

  • દશરથ ભાઈ તો કાલે આવનાર હતા.
  • ધરતી બહેન તો આજે આવનાર છે.

ભવિષ્ય કૃદંત સહાયકારક ક્રિયાપદ વિના ક્રિયાપદ તરીકે વપરાતું નથી.

વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત

સામાન્ય રીતે ક્રિયાની વિધિ કે કેવળ ક્રિયા થવાનો અર્થ દર્શાવતુ કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત તરીકે ઓળખાય છે. વિધ્યર્થ ના બે પ્રકાર છે.

  1. “વ” પ્રત્યય લિંગ ચિહ્ન ધરાવતું કૃદંત : કરવો – કરવી – કરવું.
  2. “વ + ન” પ્રત્યય લિંગ ચિહ્ન ધરાવતું કૃદંત: કરવાનો – કરવાની – કરવાનું.

ઉદાહરણ:

  • તમારે બરાબર દસ વાગે આવી જવું
  • કુંતલ ને હું કઈ કહેવાનો નથી.
  • હવે હું દવા ઢોળી નાખવાનો.

સંબંધક ભૂતકૃદંત

પૂર્વવર્તી ક્રિયા દર્શાવતુ – “ઈ” કે વિસ્તારિત “ઈને” પ્રત્યય ધરાવતા કૃદંતને સંબંધક ભૂતકૃદંત કહે છે.

  • વિદ્યાર્થીએ પાઠ વાંચી જવાબ આપ્યો.
  • આર્યા સ્કૂલમાં ચાલીને ગઈ.

અહી અમે આપની સાથે કૃદંત અને તેના પ્રકારો (Krudant and types of Krudant in Gujarati) વિશે ઊંડાણપૂર્વક ની જાણકારી આપી છે. સાથે યોગ્ય ઉદાહરણ સાથે ની સમજૂતી પણ આપી છે. જો આપને અહી આપવામાં આવેલ જાણકારી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કોમેન્ટ બોક્સ માં પુચ્છી શકો છો.

ગુજરાતી વ્યાકરણ ના અન્ય વિષયો ને જાણવા માટે નીચે માથી પસંદ કરો.

વાક્યપદવિરામ ચિહ્નો
સંજ્ઞાસર્વનામવિશેષણ
ક્રિયાપદક્રિયાવિશેષણકૃદંત
નિપાતવિભક્તિસંધિ
સમાસસમાનાર્થીજોડણી
લિંગ અને વચનઅલંકારછંદ
વિરુદ્ધાર્થી શબ્દશબ્દ સમૂહ માટે એક શબ્દરૂઢિપ્રયોગ
કહેવત

Leave a Comment

x