સમાસ | Types of Samas in Gujarati Grammar

Here we provide Types of Samas in Gujarati Grammar | ગુજરાતી વ્યાકરણ માં સમાસ | Gujarati Vyakaran Samas Types in Gujarati. સમાસ પ્રકાર.

સમાસ એટલે શું? | Samas in Gujarati

સમાસ એટલે સમ +આસ

બે કે તેથી વધુ પદ સંયોજાઈ એક નવું પદ રચે તો તેને સમાસ કહે છે.

સમાસ ના કારણે લખાણ ને ટૂંકું અને સચોટ બનાવવામાં સરળતા રહે છે. સમાસ માં એક પદ સાથે બીજા પદ ને જોડાવાની પ્રક્રિયા ના આધારે તેના ત્રણ પ્રકાર પડે છે. જે નીચે મુજબ આપેલા છે.

સમાસ ના પ્રકાર | Types of Samas in Gujarati Grammar

સમાસ ના પ્રકાર એક પદ સાથે બીજા પદ ને જોડાવાની પ્રક્રિયા થી બને છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે. જે નીચે મુજબ છે.

એક પદ પ્રધાન સમાસ

આ પ્રકાર ની સમાસ ની રચનાઓ માં એક પદ પ્રધાન પદ તરીકે હોય જે વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું હોય જ્યારે અન્ય પદ(બીજું) પ્રથમ પદ ને આધીન હોય ત્યારે એક પદ પ્રધાન સમાસ બને છે. એક પદ પ્રધાન સમાસ ના ઉદાહરણ નીચે મુજબ છે.

  • તત્પુરુષ સમાસ
  • કર્મધારાય સમાસ
  • દ્વિગુ સમાસ
  • મધ્યમપદલોપી સમાસ

સર્વપદ પ્રધાન સમાસ

આ પ્રકાર ના સમાસ માં જોડાયેલા તમામ પદ નું સમાન મહત્વ હોય ત્યારે સર્વપદ પ્રધાન સમાસ ની રચના બને છે. દ્વંદ્વ સમાસ એ આ પ્રકાર નો સમાસ છે.

અન્ય પદ પ્રધાન સમાસ

બંને પદ માથી કોઈ પણ પદનું વાક્ય સાથે સીધું મહત્વ ના હોય પરંતુ ત્રીજો જ અર્થ નીકળતો હોય ત્યારે અન્ય પદ પ્રધાન સમાસ બને છે.

  • ઉપપદ સમાસ
  • બહુવ્રીહિ સમાસ

આમ, આ ત્રણ પ્રકાર ના સમાસ ગુજરાતી વ્યાકરણ માં છે. આ ત્રણ પ્રકાર ના આધારે પેટા પ્રકાર ના કુલ આઠ સમાસ ખુબજ મહત્વના છે.

Samas in Gujarati | સમાસ વિગતવાર

અહી અમે તમામ સમાસની વ્યાખ્યા આને ઉદાહરણ સાથે સમજૂતી આપી છે.

દ્વંદ્વ સમાસ | Dvandva samas in Gujarati

દ્વંદ્વ સમાસ એટલે સમાસ ના પદ વિગ્રહ “અને”, “કે”, “ને”, “અથવા” જેવા પદથી થાય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. અહી નીચે તેના કેટલાક ઉદાહરણ આપ્યા છે જે દ્વંદ્વ સમાસ ના છે.

રાતદિવસ ચારપાંચ રૂપરંગ દશબાર
આબોહવા તનમનધન ખેતરપાદર પાનબાન
નફોતોટો મનકર્મવચન હવાપાણી સુખદુ:ખ
ચા-પાણી શાકભાજી લાભાલાભ ગંગાજમના
હાથ પગ દવાદારૂ જયપરાજય અહર્નિશ

તત્પુરુષ સમાસ:

આ સમાસ એક પદ પ્રધાન સમસ છે. જોડાયેલા પદ પૈકી એક પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે અન્ય પદ તેની સાથે વિભક્તિ પ્રત્યય જોડાય છે. તત્પુરુષ સમાસ ના પાડો એકબીજા સાથે વિભક્તિ પ્રત્યેય થી જોડાય છે. “એ”, “કે”, “થી”, “જેમ-કે”, “ને”, “વડે”, “થકી”, “માથી”, “નો”, “ની”, “નું”, “ના”, “માં” જેવા વિભક્તિ પ્રત્યેયો થી જોડાય છે. ઉદાહરણ માટે નીચે નું ટેબલ સમજો…

શબ્દઅલગ પદ કરતાં
સજાપાત્રસજાને પાત્ર
પુસ્તકાલય પુસ્તક માટેનું આલય
હાથચાલાકી હાથની ચાલાકી
નગરપતિ નગરનો પતિ
શોકગ્રસ્ત શોકથી ગ્રસ્ત
ગામલોકો ગામના લોકો
સ્વર્ગવાસ સ્વર્ગમાં વાસ

ઉપપદ સમાસ:

આ સમાસ માં બે પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય છે. તેથી આ સમાસ તત્પુરુષ સમાસ નો એક પ્રકાર માનવામાં આવે છે. આમાં પ્રથમ પદ માર્મિક હોય છે, જ્યારે ઉત્તર પદ ક્રિયાસૂચક હોય છે. અન્ય પદ પ્રધાન સમાસ છે. સંસ્કૃત માઠી ઉતારી આવેલ ઘણા શબ્દો આ સમાસ ના ઉદાહરણ છે. સામાન્ય રીતે સમાસ વિગ્રહ કરતાં “નાર” શબ્દ પાછળ જોવા મળે છે.

પંકજ પઁક માં જન્મનાર
કીર્તીદા કિર્તિ આપનાર
મોહકમોહ પમાડનાર

મધ્યમપદલોપી સમાસ

બે પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય અને તેમની વચ્ચે રહેલા પદ નો લોપ થતો હોય તેને મધ્યમપદલોપી સમાસ કહે છે. આ એક પદ પ્રધાન સમાસ છે.

પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનું મધ્યમપદ લોપ પામેલું હોય અને વિગ્રહ વખતે મધ્યમપદ ઉમેરતા તેનો અર્થ બરાબર ઉપસી આવે તેવું હોય તો તે સમાસને મધ્યમપદલોપી કહે છે.

આગગાડીઆગ વડે ચાલતી ગાડી
શિલાલેખ શિલા પર કોતરેલો લેખ
દિવાસળીદીવો પેટાવવાની સળી

કર્મધારાય સમાસ

જ્યારે જોડાયેલા બે પદ પૈકી એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય હોય ત્યારે બનતી રચના કર્મધારય સમાસ તરીકે ઓળખાય છે.

પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ થી જોડાયેલા હોય છે. એક પદ વિશેષણ અને બીજું પદ નામ હોય છે. ઉપમાન અને ઉપમેય વચ્ચે સરખામણી પૂર્વપદ સંખ્યાવાચક, અને ઉત્તર પદ નામ/સમૂહ સમાસ ના બંને પદ વિશેષણ હોય ત્યારે…

શબ્દવિશેષણવિશેષ્ય
મુખ્યમંત્રી મુખ્ય મંત્રી
મહાત્મા મહાઆત્મા
અતિવૃષ્ટિઅતિ વૃષ્ટિ

દ્વિગુ સમાસ:

આ સમાસ ને કર્મધારય સમાસ નો એક પ્રકાર ગણી શકાય. અહી પ્રથમ પદ વિશેષણ ના સ્થાને એક સંખ્યા સૂચવતો શબ્દ હોય છે. સમસ્ત પદ એકવચન માં પ્રયોજાયું હોય અને બે પદ ના વિગ્રહ થી સમૂહ નો અર્થ થતો હોય.

ત્રિકોણત્રણ ખૂણા નો સમૂહ
ચોમાસુચાર માસ નો સમૂહ
નવરાત્રિનવ રાત નો સમૂહ

બહુવ્રીહિ સમાસ

અન્ય પદ પ્રધાન સમાસ છે. બે પદ જોડાયા પછી બે પદ સિવાય નો કોઈ ત્રીજો અર્થ નીકળે છે. કર્મધારાય સમાસ ની જેમ પ્રથમ પદ વિશેષણ અને ઉત્તર પદ વિશેષ્ય હોય છે. પરંતુ કર્મધારય સમાસ હમેશા નામ તરીકે આવે છે જ્યારે બહુવ્રીહિ સમાસ એક વિશેષણ તરીકે આવે છે. વાક્ય માં થયેલ ઉપયોગ ના આધારે તેને કર્મધારય કે બહુવ્રીહિ સમાસ તરીકે ઓળખાય છે.

સમાસ નો વિગ્રહ કરતી વખતે “જે” પ્રત્યાયની સાથે પ્રથમા વિભક્તિ સિવાય ની વિભક્તિ પ્રત્યય લગાડવા પડે છે.

  • પૂર્વપદ તરીકે “પ્ર, પરા, વિ, દુસ, નિસ્, સુ, બે, કમ, આવે તો”
  • પૂર્વપદ સ કે સહ હોય તો, ન, ના, અણ, આ, બે, અન, હોય તો
  • વારંવાર ક્રિયા થતી હોય તો.
શ્વેતાંબરમોરપગી
ગજાનન સુખાંત
નપાણિયુંમહાબાહુ

અવ્યયીભાવ સમાસ

પૂર્વપદ માં અવ્યય હોય, ઉત્તરપદ માં નામ હોય, એવું આખું પદ ક્રિયાવિશેષણ તરીકે વપરાતું હોય તો તેને અવ્યયીભાવ સમાસ કહે છે. પૂર્વપદ માં યથા, આ, ઉપર, અધો જેવા અવ્યય છે.

યથાપુર્વપૂર્વ મુજબ
પ્રતિપળપ્રત્યેક પળ
આજન્મઆખા જન્મ સુધી

અહી અમે આપની સાથે સમાસ ની જાણકારી(Types of Samas in Gujarati) ગુજરાતી માં શેર કરી છે. અહી નીચે ગુજરાતી વ્યાકરણ ના અન્ય મુદ્દાઓ ની જાણકારી મેળવવા માટે નીચે યોગ્ય ટોપિક પસંદ કરો.

વાક્યપદવિરામ ચિહ્નો
સંજ્ઞાસર્વનામવિશેષણ
ક્રિયાપદક્રિયાવિશેષણકૃદંત
નિપાતવિભક્તિસંધિ
સમાસસમાનાર્થીજોડણી
લિંગ અને વચનઅલંકારછંદ
વિરુદ્ધાર્થી શબ્દશબ્દ સમૂહ માટે એક શબ્દરૂઢિપ્રયોગ
કહેવત

Categories

1 thought on “સમાસ | Types of Samas in Gujarati Grammar”

Leave a Comment

x