વિરામચિહ્નો | viram chinh in Gujarati

Viram chinh in Gujarati: અહી અમે ગુજરાતી ભાષા માં વિરામચિહ્નો ના ઉપયોગ વિશે સમજૂતી આપી છે. ગુજરાતી માં ઘણા વિરામચિહ્નો viram chinh in Gujarati છે.

Viram chinh in Gujarati

વિરામચિહ્ન નો એ ભાષા ના લિપિ સંકેતો છે . આ વિરામચિહ્નો દ્વારા વ્યક્તિ ના ભાવ અને અવાજ ના આરોહ પ્રગટ થાય છે. વિરામચિહ્નો એ વાક્ય નો જ એક અંશ છે. ગુજરાતી ભાષા માં કુલ 13 પ્રકાર ના વિરામ ચિહ્ન નો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે.

  1. પૂર્ણવિરામ
  2. પ્રશ્નાર્થ ચિહ્ન
  3. ઉદગાર ચિહન
  4. અલ્પવિરામ
  5. અર્ધવિરામ
  6. ગુરુવિરામ
  7. અવતરણ ચિહ્ન
  8. લઘુ રેખા
  9. ગુરુ રેખા
  10. તિર્યક રેખા
  11. લોપ ચિહ્ન
  12. ત્રણ ટપકા
  13. કાકપદ ચિહ્ન

નીચે અમે તમામ પ્રકાર ના વિરામ ચિહ્ન ની વિસ્તાર થી સમજણ આપી છે.

પૂર્ણવિરામ (.)

પૂર્ણવિરામ

સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું ચિહ્ન છે. જેને અન્ય નામ અંત્યવિરામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વાક્ય ના અંતમાં વપરાય છે. તે એક વાક્ય ને બીજા વાક્ય થી છૂટું પાડે છે. તે એક ટપકા(.) સ્વરૂપે લખવામાં આવે છે.

  • અંક સૂચવતા ક્રમ પછી પૂર્ણવિરામ મુકાય છે.
  • સંક્ષેપ શબ્દ ના ઉપયોગ સમયે
  • પ્રાર્થના, આજીજી, વિનંતી કે સૂચના કરતી વખતે સામાન્ય રીતે

પ્રશ્નાર્થચિહ્ન(?)

પ્રશ્નાર્થચિહ્ન

આ વાક્ય ને પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નચિહ્ન, પ્રશ્નવિરામ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિગત, સ્થિતિ, આંકડા, શંકાસ્પદતા, વગેરેની વિગત જાણવા માટે

ઉદ્‌ગારચિહ્ન(!)

ઉદ્‌ગારચિહ્ન

વિસ્મય, આશ્ચર્ય, હર્ષ, શોક, કટાક્ષ, વક્રોક્તિ, કે લાગણી ની પ્રબળતા દર્શાવવા માટે વપરાય છે. જેને આશ્ચર્યવિરામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અલ્પવિરામ(,)

અલ્પવિરામ

સૌથી વધારે આ વિરામ ચિહ્ન નો ઉપયોગ થાય છે, જે લેખન માં શબ્દો, શબ્દગુચ્છાઓ, વાક્યખંડ, પેટા વાક્યનું વિભાજન કરવા માટે તેને વાપરવામાં આવે છે.

  • વાક્ય માં કશુક અધ્યાહાર હોય ત્યારે
  • કશીક બાબત વિશેષ રીતે રજૂ કરવાની હોય ત્યારે
  • સંબોધન પછી
  • બે વાક્યનું વિભાજન કરવા
  • સંદર્ભ સૂચિ માં દરેક ઘટક પછી
  • અવતરણ ચિહ્ન પહેલા
  • સંખ્યા લેખન માં

અર્ધવિરામ(;)

અર્ધવિરામ

અર્ધ વિરામ અને પૂર્ણ વિરામ વચ્ચે તેનું સ્થાન હોય છે. તેને મધ્ય વિરામ ના નામે પણ ઓળખવામાં આવે છે. નીચે દર્શાવેલ નિયમો ને આધારે અર્ધ વિરામ ચિહ્ન નો ઉપયોગ થાય છે.

  • એક બીજા સાથે સંકળાયેલા વાક્યો અર્ધ વિરામ થી દર્શાવાય છે ત્યારે તે પૂર્ણ વિરામ ના વિકલ્પે આવે છે.
  • શબ્દકોશ માં પર્યાય શબ્દો ને પૂર્ણ વિરામ નહીં પરંતુ અલ્પ વિરામ થી દર્શાવવામાં આવે છે.
  • કથન ને ભાર પૂર્વક કહેવા માટે
  • વાક્યો ની શ્રેણી હોય ત્યારે વાક્ય ના ઘટક ને અર્ધ વિરામચિહન થી અલગ કરાય છે.

ગુરુવિરામ(:)

ગુરુવિરામ

ગુરુ વિરામ ને મહા વિરામ પણ કહેવામા આવે છે. પ્રારંભ ના વિધાન નું સ્પષ્ટીકરણ ગુરુવિરામ પછીના વાકયાંશ થી થાય છે. ગુરુ વિરામ પછી વિષય વસ્તુ ની યાદી પણ અપાય છે. સૂચન ના અંત ભાગે ગુરુ વિરામ મુકાય છે. સંવાદ બોલનારા પાત્રો ની સાથે ગુરુ વિરામ મુકાય છે. પર્યાયવાચી શબ્દ(સમાનર્થી) સૂચવવા માટે ગુરુવિરામ ચિહ્ન મૂકવામાં આવે છે. શિર્ષક માં ગુર વિરામ ચિહ્ન નો ઉપયોગ થાય છે,

અવતરણ ચિહ્ન(‘ ‘ / ” “)

અવતરણ ચિહ્ન

ચાલુ વાત કે વર્ણનમાં બીજા ઉદગારો ને એમ ને એમ દર્શાવવા બેવડા અવતરણ ચિહ્ન નો ઉપયોગ થાય છે. સંવાદ માં એક થી વધારે પાત્ર બોલતા હોય ત્યારે દરેક ની ઉક્તિ અવતરણ ચિહ્ન માં મૂકી અલગ પાડવી જોઈએ. અમુક શબ્દ કે વાક્ય પર ધ્યાન દોરવા માટે. શબ્દો ના અર્થ કે વ્યાખ્યા ને અવતરણ ચિહ્ન માં મૂકવા. પુસ્તક ના નામ કે શિર્ષક ને અવતરણ ચિહ્ન માં મૂકવામાં આવે છે.

લઘુ રેખા(-) અને ગુરુ રેખા(—)

રેખા

લઘુરેખા ની સરખામણી એ ગુરુ રેખા લાંબી હોય છે. લઘુ રેખા ને વિગ્રહ રેખા જ્યારે ગુરુ રેખા ને મહા રેખા કહેવામા આવે છે. બંને શબ્દ નું બંધારણ સૂચવવા માટે વપરાય છે, શબ્દ ના વર્ણ પર ભાર મૂકવા, સરનામા માં વિભાગ કરવા, ટેલેફોન નંબરમાં, કેટલાક નામો માં, વિગતો ને એકત્ર કે સંગ્રહ કરવા, પૂર્વ વાક્ય માં વધારો કે સુધારો કરવા.

ગુરુ રેખા પત્ર ના અંતે, લખાણ માં લેખક નો ઉલ્લેખ કરવા, સ્થાન કે વિસ્તાર નો ઉલ્લેખ કરવા, સંખ્યા સમય દર્શાવવા.

તિર્યક રેખા(/)

તિર્યક રેખા

આ ચિહ્ન નું મુખ્ય કારી વિભાજનનું છે. બે અર્થ સામટાં સૂચવવા કે વિકલ્પ દર્શાવવા, તારીખ માસ અને વર્ષ ને છૂટા પાડવા, કવિતા માં કાવ્ય પંક્તિ સળંગ લખવી હોય ત્યારે.

લોપ ચિહ્ન(‘)

લોપ ચિહ્ન

લોપ વિરામ ચિહ્ન નો ઉપયોગ ખુબજ મર્યાદિત પ્રમાણ માં થાય છે. કેટલાક શબ્દો માં વર્ણ નો લોપ સૂચવવા માટે લોપ ચિહ્ન નો ઉપયોગ થાય છે. સંખ્યા માં અમુક આંકડા લોપ સૂચવવા માટે પણ ઉપયોગ થાય છે.

ત્રણ ટપકાં(…)

વાક્ય માઠી અમુક અંશ બાકાત રાખ્યો છે તે સૂચવવા. લાંબી યાદી નો નિર્દેશ કરવાનો હોય ત્યારે, વિતેલા સમય નો ખ્યાલ આપવા, નાટ્યાત્મક લેખન માં ઉક્તિ અધૂરી છોડવી હોય ત્યારે, સંબોધન માં શબ્દો ચાલુ રાખવાના હોય ત્યારે, અપશબ્દો લખી શકાય નહીં ત્યારે…

કાકપદ(^)

કોઈ પ વાક્ય લખાય ગયા પછી જ્યારે કશુક લખવાનું બાકી રહી ગયું હોય ત્યારે તે ઉમેરવા માટે આ કાકપદ(^) ચિહ્ન વપરાય છે.

અહી અમે ગુજરાતી વ્યાકરણ માં ઉપયોગ માં લેવામાં આવતા તમામ પ્રકાર ના ઉપયોગી વિરામ ચિહ્ન ની સમજૂતી આપી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ તમામ વિરામ ચિહ્ન ની જાણકારી થી આપ સંતુષ હશો. આપને અહી ઉપલબ્ધ વિરામ ચિહ્ન ની જાણકારી થી કોઈ પણ પ્રશ્નહોય તો નીચે કમેંટ બોક્સ માં અવશ્ય જણાવજો.

અહી નીચે અમે ગુજરાતી ગ્રામર ના અન્ય મહત્વપૂર્ણ વિષયો આપ્યા છે જેને જાણવા માટે તેના પર ક્લિક કરો.

વાક્યપદવિરામ ચિહ્નો
સંજ્ઞાસર્વનામવિશેષણ
ક્રિયાપદક્રિયાવિશેષણકૃદંત
નિપાતવિભક્તિસંધિ
સમાસસમાનાર્થીજોડણી
લિંગ અને વચનઅલંકારછંદ
વિરુદ્ધાર્થી શબ્દશબ્દ સમૂહ માટે એક શબ્દરૂઢિપ્રયોગ
કહેવત

6 thoughts on “વિરામચિહ્નો | viram chinh in Gujarati”

Leave a Comment

x