સંજ્ઞા | Sangya in Gujarati

Sangya in Gujarati: અહી અમે સંજ્ઞા વિશે ગુજરાતીમાં (Sangya in Gujarati) જાણકારી આપી છે. અહી સંજ્ઞા ના પ્રકાર અને તેની વ્યાખ્યા પર વિસ્તૃત જાણકારી આપી છે.

Sangya in Gujarati

"કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ, કે ક્રિયા ના આધારે ઓળખવતા પદો ને સંજ્ઞા કહેવામા આવે છે." 

કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ, કે ક્રિયા ના આધારે ઓળખવતા પદો ને સંજ્ઞા કહેવામા આવે છે. સંજ્ઞા ના મુખ્યત્વે પાંચ પ્રકાર છે જે નીચે મુજબ છે.

  1. વ્યક્તિવાચક સંજ્ઞા
  2. જાતિવાચક સંજ્ઞા
  3. સમૂહવાચક સંજ્ઞા
  4. દ્રવ્યવાચક સંજ્ઞા
  5. ભાવવાચક સંજ્ઞા

ઉપર જણાવેલા પાંચ પ્રકાર સંજ્ઞા ના છે. હવે તેને વિસ્તાર થી સમજીએ.

વ્યક્તિવાચક સંજ્ઞા:

જે કોઈ સંજ્ઞા ચોક્કસ એક જ વ્યક્તિ ને દર્શાવે તો તેને વ્યક્તિ વાચક સંજ્ઞા કહેવામા આવે છે.

ઉદાહરણ: કિરીટભાઇ, તાપી, અમેરિકા

જાતિવાચક સંજ્ઞા:

જે સંજ્ઞા આખો વર્ગ કે જાતે દર્શાવે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે.

ઉદાહરણ: શિક્ષક, નદી, ફૂલ, ગાય

સમૂહવાચક સંજ્ઞા::

જે સંજ્ઞા આખો સમૂહ દર્શાવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.

ઉદાહરણ: ટોળું, ઝૂમખું, ફૌજ, ઝુંડ…

દ્રવ્યવાચક સંજ્ઞા:

દ્રવ્ય ના રૂપ માં રહેલી વસ્તુઑ કે જેનું માપ લઈ શકાય કે વજન કરી શકાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે.

ઉદાહરણ: 1 કિલો

ભાવવાચક સંજ્ઞા

રંગ, રૂપ, આકાર વગરની, માત્ર ભાવ દર્શાવતી, સંજ્ઞા ને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.

ઉદાહરણ: સેવા, કામ, હિમ્મત, વિચાર, કાળાશ, વગેરે…

અહી અમે સંજ્ઞા(Sangya in Gujarati) વિશે જાણકારી આપી છે. અહી આપેલ માહિતી વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં કોમેન્ટ કરી અમને અવશ્ય જણાવજો.

Leave a Comment