Sarvanam in Gujarati: અહી અમે આપની સાથે સર્વનામ(Sarvanam in Gujarati) ની જાણકારી આપી છે. અહી આપવામાં આવેલ સર્વનામ ની જાણકારી ના આ લેખ માં સર્વનામ અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે.
Sarvanam in Gujarati
સર્વનામ એટલે શું?
નામના બદલે વપરાતા પદને સર્વનામ કહે છે. સર્વનામના ઉપયોગ થી વાક્ય સરળ અને ટૂંકું બને છે. અહી અમે આપની સાથે તેના પ્રકાર વિશે જાણકારી આપી છે.
સર્વનામ ના પ્રકાર
સર્વનામ ને કુલ છ પ્રકાર માં વિભાજિત કરવામાં આવે છે. અહી નીચે તમામ પ્રકાર વિશે તમામ જાણકારી આપની સાથે શેર કરી છે.
- પુરુષવાચક સર્વનામ
- દર્શક સર્વનામ
- સાપેક્ષ સર્વનામ
- પ્રશ્નવાચક સર્વનામ
- અનિશ્ચિત સર્વનામ
- સ્વવાચક સર્વનામ
પુરુષવાચક સર્વનામ
પ્રથમ પુરુષ::બોલનાર ને પ્રથમ પુરુષ કહે છે. બોલનાર પોતાના માટે જે સર્વનામ વાપરે તેને પ્રથમ પુરુષ કહે છે.
ઉદાહરણ:
વેદે એની મમ્મીને કહ્યું, “હું તારા માટે સાડી લાવીશ.”
ઉપર ના વાક્ય માં વેદે પોતાના માટે “હું” સર્વનામ વાપર્યું છે. હું, મારુ, મારા, અમે, અમારું, અમારા, વગેરે સર્વનામો નો નિર્દેશ કરે છે. હું, મારુ, મારા, અમે, અમારું, અમારા વગેરે પ્રથમ પુરુષ એકવચન સર્વનામ નો નિર્દેશ કરે છે. અમે, અમારું, અમને, અમારા વગેરે પ્રથમ પુરુષ બહુવચન સર્વનામ નો નિર્દેશ કરે છે.
બીજો પુરુષ:: સાંભળનાર ને બીજો પુરુષ કહે છે. બોલનાર સાંભળનાર માટે જે સર્વનામ વાપરે છે તેને બીજો પુરુષ કહે છે.
આર્યાએ તેના પપ્પા ને કહ્યું, “હું તમને કામમાં મદદ કરીશ”
અહી આર્યા, સાંભળનાર તેના પપ્પા માટે “તમને” સર્વનામ વાપર્યું છે. તું, તને, તમને, તમે, તમારું, તમારા, તારા, તારું, વગેરે બીજા પુરુષ ના એકવચન અને બહુ વચન સર્વનામ છે.
ત્રીજો પુરુષ:: પહેલો અને બીજો પુરુષ તેમના સિવાય અન્ય કોઈ ત્રીજાની વાત કરે તો તેને ત્રીજો પુરુષ કહે છે.
હીરે સાવનને કહ્યું, “નેહ આપની સાથે આવશે. આપણે તેને રમકડાં અપાવશુ”
અહી બોલનાર “હીર”, “નેહ” વિશે વાત કરે છે, તેના માટે “તેને” સર્વનામ વાપરે છે. તેને, તેમને, તેઓને, તેઓનું, વગેરે ત્રીજા પુરુષ એકવચન અને બહુવચનના સર્વનામ છે.
પુરુષ | એકવચન | બહુવચક |
---|---|---|
પહેલો પુરુષ | હું, મારાથી, મારૂ, મારામાં | અમે, અમને, અમારાથી, અમારું, અમારામાં |
બીજો પુરુષ | તું, તમે, તારાથી, તારું,તારામાં | તમે, તમને, તમારાથી, તમારું, તમારામાં |
ત્રીજો પુરુષ | તે, તેને, તેનાથી, તેનું, તેનામાં, | તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેઓનું, તેમનામાં |
દર્શક સર્વનામ::
કોઈ વ્યક્તિ કે પદાર્થ ને દર્શાવવાની કામગીરી કરે છે. એટલે એમને દર્શક સર્વનામ કહે છે. સામાન્ય રીતે “આ, પેલો, એ” વગેરે દર્શક વાચક સર્વનામ છે.
- રામે લક્ષ્મણ ને કહ્યું:, “આ રહ્યા હનુમાન”
- કૌશિકે કૂંપલ ને કહ્યું, : “એ રહ્યું આપણું ઘર”
- નિરૂપમાએ મમ્મી ને કહ્યું, : “પેલો કોણ આવે છે?”
સાપેક્ષ સર્વનામ:
એકબીજાની અપેક્ષાએ વપરાતા સર્વનામો ને સાપેક્ષ સાપેક્ષ સર્વનામ કહેવાય છે.
- જે દવા કરે તે ડોક્ટર કહેવાય.
- જેને રામ રાખે તેને કોઈ ન ચાખે.
- જેવુ વાવશો તેવું લણશો.
ઉપર ના વાક્યોમાં પહેલો અડધો ભાગ બોલ્યા બાદ પાછળનો અડધો ભાગ બોલવોજ પડે છે. “જે-તે”, “જેને-તેને”, “જેવુ-તેવું”, “જ્યારે -ત્યારે”, સર્વનામો બે જુદી જુદી ક્રિયા કરનાર એક જ અથવા અમુક વ્યક્તિની અપેક્ષાએ વપરાયા છે.
પ્રશ્નવાચક સર્વનામ
- અહીથી કોણ ગયું?
- તમારી બેગમાં શું છે?
- કોને યાદ કર્યા?
ઉપરના વાક્યમાં “કોણે”, “શું”, “કોને” સર્વનામ સ્વરા પ્રશ્ન પૂછાયો છે, તેથી આવા સર્વનામો ને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. “કોણ-કોને-કયો-કઈ-ક્યું-શો-શી-શું-કેવું-કેટલું-કેવડું” વગેરે પ્રશ્નવાચક સર્વનામ છે. સામાન્ય રીતે “કોણ” સર્વનામ એ જીવંત વ્યક્તિ માટે વપરાય છે. “શું” સર્વનામ એ જીવજંતુ કે નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે.
અનિશ્ચિત સર્વનામ::
- કોઈ ની આંખ માં આંસુ પણ આનું કારણ હોય ?
- તે કઈક ખોઈ નાખ્યું હોય એમ લાગે છે.
- મને કશું થયું નથી.
- તને કાઇ થયું છે.
ઉપરના વાક્યો માં કોઈ, કઈક, કશું, કાઇ એ કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ નો દિશાનિર્દેશ કરતાં નથી આથી તેમણે અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. “કોઈ, કોઈક, કોક, કાઇ, કઇંક, કઇકે, કશું, કશુક, કેટલું, કેટલાક, ઘણા, બીજા, બધા, દરેક, પ્રત્યેક, અમુક, ફલાણું” વગેરે અનિશ્ચિત સર્વનામ છે.
સ્વવાચક સર્વનામ::
સ્વવાચક સર્વનામ એટલે પોતાપણું સૂચવનાર સર્વનામ. જાતે, ખુદ, પંડે, નિજ, હાથે, મેળે, આપ, પોતે વગેરે સ્વવાચક સર્વનામ છે.
- હું પોતે આવીશ.
- હું ખુદ મારુ કામ કરી લઇશ.
- મારા હાથે જ મારુ કામ થશે.
સર્વનામો ક્યારેક વિશેષણ તરીકે વપરાય છે ત્યારે તેમણે સર્વનામિક વિશેષણ કહેવાય છે.
- એને કાઇ વાત કરવી છે.
- એવો તે શો ધડાકો કર્યો?
અહી અમે આપની સાથે સર્વનામ વિશે ગુજરાતી માં જાણકારી(Sarvanam in Gujarati) આપી છે. અહી આપવામાં આવેલ જાણકારી એ Gujarati Grammar નો એક મહત્વનો ટોપિક છે. સર્વનામ(Sarvnam) વિશે કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો. ગુજરાતી વ્યાકરણ ના અન્ય ટોપીક વિશે જાણવા માટે નીચે જુઓ.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત |
2 thoughts on “Sarvanam in Gujarati | સર્વનામ”