Shabd in Gujarati: અહી અમે આપની સાથે શબ્દો (Shabd in Gujarati) વિશે આપની સાથે જાણકારી શેર કરી છે. અહી આપની સાથે તત્સમ, તદ્ભવ, અને દૃશ્ય શબ્દ વિશે જાણકારી શેર કરી છે.
Shabd in Gujarati | તત્સમ, તદ્ભવ, અને દૃશ્ય શબ્દ
ભાષા આપણમાંના ઘણા માણસોના મન વિચાર વ્યક્ત કરવાનું સાધન છે. એટલુ નહીં પરંતુ ભણેલા, અભણ, દેશી, પરદેશી, બધાજ મુખે થી બોલાતી હોવાથી સ્વાભાવિક રીતે તેની શુદ્ધતા જળવાતી નથી, એટલે જ કેટલાક શબ્દો નું મૂળ સ્વરૂપ જળવાયુ હોય છે જ્યારે કેટલાક શબ્દો એવા હોય છે જેમના મૂળ શબ્દો માં ફેરફાર થયો હોય છે.
બીજી ભાષાઑ ની જેમ ગુજરાતી પણ સંસ્કૃત માઠી ઉતરી આવી છે. એટલે કે કેટલાક શબ્દો સંસ્કૃત માથી ઉતારી આવ્યા છે અને આજ પણ મૂળ સ્વરૂપ માં છે. દા.ત. મનુષ્ય, યત્ન, પ્રસંગ, કવિતા, વાચન,… આવા શબ્દો ને તત્સમ શબ્દો કહે છે. તત્ એટલે તે અને સમ એટલે જેવા, સંસ્કૃત જેવા શબ્દો…
કામ, મારગ, હાથ, ગુજરાતી, આંગળી, વગેરે શબ્દ મૂળ સંસ્કૃત શબ્દો નથી પરંતુ તે સંસ્કૃત ના અન્ય શબ્દો પરથી ઉતરી આવ્યા છે. આથી તેને તદ્ભવ શબ્દ કહે છે . દાત તરીકે कर्म પરથી કામ, मार्ग પરથી મારગ, हस्त પરથી હાથ, वर्ष પરથી વરસ…
આ તત્સમ અને તદ્ભવ શબ્દો ઉપરાંત આપની ભાષામાં અનેક એવા શબ્દો છે જે સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, કે ફારસી , મા નથી પરંતુ આર્યેત્તર બીજાઓની ભાષા માં જળવાઈ રહ્યા છે તેવા શબ્દ ને દૃશ્ય શબ્દ કહે છે. જેમ કે, રોડું, ધાંધલ, ઘુઘવાટ, ઉંબરૉ, પેટ, ધડાકો, દડબડાટી વગેરે…
અંગ્રેજી, ફારસી, પોર્ટુગીઝ, જેવી ભાષા ના મૂળ શબ્દો તત્સમ શબ્દો અને તેમાથી ઉતરી આવેલ શબ્દો તદભવ શબ્દો કહેવાય છે.
- તત્સમ : ટેબલ, સ્ટેશન, પેન્સિલ,
- તદભવ:: હાફુસ, ઈસ્કોતરો
અહી નીચે અમે ગુજરાતી ગ્રામર ના અન્ય મહત્વપૂર્ણ વિષયો આપ્યા છે જેને જાણવા માટે તેના પર ક્લિક કરો.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત |