સમાનાર્થી શબ્દો | Samanarthi Shabd
સમાનાર્થી શબ્દો, Samanarthi Shabd, Gujarati Synonyms : અહી અમે આપની સાથે ગુજરાતી સમાનાર્થી શબ્દો ની સૂચિ આપી છે જેમાં 200 થી વધારે મહત્વપૂર્ણ સમાનાર્થી શબ્દો આપ્યા છે.
સમાનર્થી શબ્દો એટલે શું?
પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દો એક સમાન અર્થ ધરાવતા શબ્દો ને કહેવામા આવે છે. એક સમાન અર્થ ધરાવતા શબ્દ ને એક બીજાના સમાનાર્થી શબ્દ(Synonyms in Gujarati) કહેવાય છે. ઉદાહરણ તરીકે આકાશ શબ્દ માટે ઘણી વખત કાવ્ય કે ગદ્ય રચના માં તેના સમાનર્થી shaબ્દો વાપરવામાં આવે છે જેવા કે વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ, ફલક વગેરે…
સમાનર્થી શબ્દ ને અંગ્રેજી માં “Synonyms” તરીકે ઓળખવામાં આવે છે.
અહી અમે આપની સાથે એક શબ્દ ના ત્રણ કે તેથી વધારે સમાનાર્થી શબ્દ આપ્યા છે. અહી આપવામાં આવેલા સમાનાર્થી શબ્દ ખુબજ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ ની પરીક્ષા માં અહી આપવામાં આવેલા પર્યાયવાચી શબ્દ ખુબજ મદદરૂપ થશે.
સમાનર્થી શબ્દોનું લિસ્ટ
શબ્દ | Word | સમાનાર્થી શબ્દ| Synonyms in Gujarati |
---|---|
આકાશ | વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક |
બુદ્ધિ | મતિ, મેઘા, અક્કલ, પ્રજ્ઞા, તેજ |
સુવાસ | પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ, પરિમણ,ફોરમ, |
વાદળ | ઘન, મેધ, અભ, નીરદ, પયોદ |
પંકજ | કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ , અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ , નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ,કુવલય, કુસુમ,વારિજ,પોયણું, |
પાણી | જળ, નીર, વારિ, ઉદક, તોયમ, સલિલ |
વિશ્વ | સૃષ્ટિ, જગ,જગત,દુનિયા ,સંસાર, લોક,આલમ,બ્રહ્માંડ, ભુવન,ખલક,દહર |
રાત્રિ | રજનિ, વિભાવરી, નિશા, સર્વરી, યામિની, રાત |
ચાંદની | ચાંદરડું, ચંદ્રકાંતા, ચંદ્રજ્યોત, ચંદ્રપ્રભા, ચંદ્રિકા, કૌમુદી, જયોત્સના, ચંદ્રિકા, ચન્દ્રપ્રભા |
ચંદ્ર | ઇન્દુ, સુધાકર, સુધાંશુ, મયંક, શશાંક, શશી, સોમ, રજનીશ |
જંગલ | વન, વગડો, અરણ્ય, રાન, ઝાડી, અટવિ, વનરાઇ. કંતાર, આજાડી, કાનન, અટવી |
પક્ષી | પંખી, વિહંગ, અંડજ , શકુંત, દ્વિજ, શકુનિ, ખગ, બ્રાભણ, નભસંગમ, વિહાગ, વિહંગમ, શકુનિ, ખેચર |
સૂર્ય | રવિ, ભાનુ, સવિતા, આદિત્ય, દિનકર, ભાષકાર, સુરજ, દિવાકર |
પ્રવીણ | કાબેલ, હોંશિયાર, ચાલાક, પંડિત, વિશારદ, ધીમાન, વિદગ્ધ, પ્રગ્ન બુધ, દક્ષ, કોવિંદ, તજજ્ઞ, કર્મન્ય, ચકોર, નિષણાંત, આચાર્ય, ખૈર, વિદ્યાગુરૂ, ભેજાબાજ, પારંગત, ચતુર, કુશળ, પાવરધો, કુનેહ, ખબરદાર |
આંખ | અક્ષિ, ચક્ષુ, નેત્ર, દગ, લોચન, નયન, નેન |
ભપકો | ઠાઠ, દંભ, દમામ, પાખંડ, ઠસ્સો, ઠઠારો, શોભા, શણગાર, આડંબર, દબદબો, રોફ, ભભક, ચળકાટ, રોફ, તેજ, ડોળ |
સુગંધ | સૌરભ, પરિમલ, ફોરમ, સુવાસ, ખુશ્બુ, મહેક |
કાપડ | વસ્ત્ર, અશુંક,અંબર , વસન,પટ,ચીર,કરપટ,પરિધાન,લૂંગડુ,વાઘા |
કમળ | પદ્મ, પંકજ, રાજીવ, ઉત્પલ, અરવિંદ, પુંડરીક, સરોજ. |
વૃક્ષ | તરૂ, ઝાડ, પાદપ, તરુવર, |
પુત્રી | દીકરી, સુતા, તનુજા, ગગી, છોકરી, બેટી, આત્મની, આત્મજા, દુહિતા, કન્યા , તનયા |
સુગંધ | સુગંધી, સૌગંધ, સુવાસ, ફોરમ, સૌરભ, મહેક, ખુશબુ, પમરાટ, સોડમ,પરિમલ |
સિંહ | વનરાજ, કેશરી, પંચમુખ, પંચાનન, કેશી, કરભરી, હરિ, શેર, ત્રસિંગ, સાવજ, મૃગેન્દ્ર, મયંદ |
અશ્વ | ઘોડો, તોખાર, તેજી, ઘોટક, તુરંગ, હય, વાજી, રેવંત, સૈધવ |
દુઃખ | આર્ત, પીડિત, વિષાદ, વેદના, પીડા, દર્દ , ઉતાપો, વ્યાધિ, વ્યથા ,લાય, બળતરા, કષ્ટ, તકલીફ, અજીયત, આપત્તિ, વિપત્તિ શૂળ, મોકાણ, |
કોમળ | મુલાયમ, મૃદુ, કોમલ, મંજુલ, સુકુમાર, નાજુક, ઋજુ, મૃદુતા, |
હાથી | ગજ, દ્વીપ, કુંજર, વારણ, ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ, સિંધુર, મતરંજ, કરિણી, ઐરાવત, કુરંગ, હસ્તી, મેગળ, |
વાનર | વાંદરો, કપિ, હરિ, શાખામૃગ, મર્કટ, લંગૂર, કપિરાજ, કાલંદી, હનુમાન, બાહુક, બજરંગબલી, પવનપુત્ર, પ્લવંગ, હરિ, વલીમુખ |
મોર | મયૂર, કલાપી, શિખંડી, શિખી, ધનરવ, કલાકર, નીલકંઠ, શકુંત, કેકાવલ, કલાપી, ઢેલ |
નરાધમ | નીચ, અધમ, કજાત, કપાતર, હરામી, નજિસ, નઠારું, નફફટ, ક્રૂર, નૃશંસનબત્તર |
બાળક | શિશુ, અર્ભક, શાવક,બચ્ચું, બાલ, સંતતિ, છોકરું,સંતાન, દારક, વત્સ |
પડદો | આવરણ, પટંતર, આડ, ઓજલ, પડળ, જવનિકા, ઓથું, આંતરો, આચ્છાદન |
મગજ | ભેજું, દિમાગ, દિમાક |
નાક | નાસિકા, ઘ઼ાણિન્દ઼િય, નાસા, નાખોરું |
હોશિયાર | ચાલાક, ચતુરાઇ, પટુતા, કાબેલિયાત, કુશળતા, નિપુણતા, બાહોશ, ચપળતા |
નસીબ | ભાગ્ય, દૈવ, દૈવ્ય, પ઼ારબ્ધ ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ, |
બહાદુર | જવાંમર્દ, શૂરવીર, હિંમતવાન, ભડવીર, સાહસિક |
ઉદ્વેગ | ચિંતા, વિષાદ, દુઃખ, અજંપો, ઉચાટ, મૂંઝવણ, ખેદ, ક્ષોભ |
નક્ષત્ર | તારા, તારક, તારકા, તારિકા, તારલિયા, તારલો, સતારો, સિતારો, ઉડું, ગ્રહ , ૠક્ષ |
પવન | હવા, વાયુ, વા, વાયરો, સમીર, સમીરણ, અનિલ, પવમાન |
ખેસ | પામરિયું, ઉપરણું, પછેડી, ઉત્તરીય, અંગવસ્ત્ર , દુપટ્ટો , ચલોઠો |
પંક્તિ | કતાર, હાર, હરોળ, લાઈન, લીટી, પંગત, ઓળ, ધારા, લકીર, લેખા, અલગાર, શ્રેણી, લંગાર |
દાનવ | રાક્ષસ, દૈત્ય, અસુર, ગીર્વાણ, સુર, નરપિશાચ, જાતુધાન |
ભય | બીક, ડર, ખતરો, ખોફ, આતંક , ભીતિ, દહેશત, ભો, ભીરયા, ફડક, ગભરાટ |
તલવાર | સમશેર, ખડગ, તેગ, મ્યાન, ભવાની, અસિની, કુતેગ, ખગ્ગ |
ધન | મિલકત, દ્વવ્ય, મિરાત, અર્થ, પૈસા, દોલત, વસુ, તેગાર, વિત્ત |
પ્રયોજન | હેતુ, મકસદ, ઉદેશ, ઈરાદો, મતલબ, અભિસંધી, કોશિશ, નિમિત્ત. કારણ |
વંદન | નમન, નમસ્કાર, પ્રણામ, જુહાર, સલામ, તસ્લીમ, પડણ |
પતિ | ધણી, ઈશ્વર, સ્વામી, ભર્તા, રમણ, ખસમ, કંથ, જીવણ, વલ્લભ,નાથ, ભરથાર, વર, પ્રાણનાથ |
વિચાર | ધારણા, ઈરાદો, મનસૂબો ,તર્ક, મકસદ, કલ્પના, ઉત્પેક્ષા, હેતુ, આશય, ખ્યાલ, મનન, ચિંતન, મત, અભિપ્રાય, અભિગમ, અભિસંધિ |
ઉત્તમ | શ્રેષ્ઠ, ચુનંદા, પરમ, અપ્રિતમ, અનુપમ, સર્વોત્તમ, અભિજાત, સુંદર, બેનમૂન, સરસ, અજોડ, અદ્વિતીય, ઉત્કૃષ્ઠ, વર્ય |
વિજળી | વિદ્યુત , તડિત, વીજ, દામિની, અશનિ, રોહિણી, ઉર્જા,ઐરાવતી |
વ્યવસ્થા | સંચાલન, તજવીજ, પેરવ, ગોઠવણ, યુક્તિ, બંદોબસ્ત |
પાગલ | ગાંડું, બેવકૂફ, મૂર્ખ, શયદા, ઘેલું, બુડથલ,અણસમજુ, બર્બર, જડભરત, ઠોઠ, કમઅક્કલ, નાસમજુ |
આનંદ | હર્ષ, હરખ, પુલકિત, અશોક, ઉલ્લાસ, આહલાદ, ઉત્સાહ, રંજન, લહેર, પ્રમોદ, લુત્ફ, મોજ, સ્વાદ |
મીઠું | શબરસ, નમક, લુણ, ક્ષાર, લવણ, નમકીન |
ગણેશ | ગણપતિ,વિનાયક, ગજાનંદ, લંબોધર, કાર્તિકેય, ખડાનન, ગૌરીસુત, એકદંત, હેરંબ |
ભરોસો | યકીન, અકીદા, પ્રતીતિ, વિશ્વાસ, પતીજ, ખાતરી, શ્રધ્ધા, મદાર, આસ્થા, ઇતબાર, |
કબુતર | કપોત, શાંતિદૂત, પારેવું, પારાયત |
અહી સમયાંતરે નવા સમાનાર્થી શબ્દ ઉમેરવામાં આવશે. અહી આપવામાં આવેલા સમાનર્થી શબ્દો વિશે આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ કમેંટ બોક્સ માં જણાવી શકો છો. સમાનાર્થી એ ગુજરાતી વ્યાકરણ માટે ખુબજ મહત્વનો વિષય છે.
અહી નીચે અમે ગુજરાતી ગ્રામર ના અન્ય મહત્વપૂર્ણ વિષયો આપ્યા છે જેને જાણવા માટે તેના પર ક્લિક કરો.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત |
હાથ પગ થી મારામારી માટે નો શબ્દ