Kriya visheshan in Gujarati – ક્રિયાવિશેષણ અને તેના પ્રકાર

Visheshan in Gujarati

Kriyavisheshan in Gujarati: અહી અમે આપની સાથે ક્રિયાવિશેષણ (KriyaVisheshan in Gujarati) વિશે ની તમામ જાણકારી આપની સાથે શેર કરી છે જેમાં ક્રિયાવિશેષણ અને તેના પ્રકાર ની ઉદાહરણ સાથે ની સમજૂતી આપી છે.

ક્રિયાવિશેષણ એટલે શું?

વિશેષણ એટલે વિશેષતા લાવનાર પદ.ક્રિયા વિશેષણ એ ક્રિયાપદ ના અર્થ માં વધારો લાવનારું પદ છે, જે પદ ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો સમય, કે ક્રિયાનું સ્થળ દર્શાવે છે. હવે એક ઉદાહરણ દ્વારા તેને સમજીએ..

સુધા સુંદર ગીત ગાય છે.

અહી ઉપર વાક્ય માં “સુંદર” એ સંજ્ઞા ની વિશેષતા દર્શાવે છે આથી તે એક વિશેષણ છે. પરંતુ તે ક્રિયાના અર્થ પણ વિશેષતા દર્શાવે છે, આથી તે એક ક્રિયા વિશેષણ કહેવાય છે. વિશેષણ ને સમજ્યા બાદ હવે તેના પ્રકારો વિશે થોડી જાણકારી મેળવીએ.

ક્રિયાવિશેષણ ના પ્રકારો કેટલા અને ક્યાં ?

ગુજરાતી વ્યાકરણ માં વિશેષણ ના કુલ આઠ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. અહી નીચે અમે આઠે પ્રકાર ની ઉદાહરણ સાથે સમજૂતી આપી છે.

  1. રીતિદર્શક ક્રિયાવિશેષણ
  2. સ્થળદર્શક ક્રિયાવિશેષણ
  3. સમયદર્શક ક્રિયાવિશેષણ
  4. હેતુદર્શક ક્રિયાવિશેષણ
  5. ક્રમવાચક ક્રિયાવિશેષણ
  6. સંભાવનાદર્શક ક્રિયાવિશેષણ
  7. પ્રમાણદર્શક કે પરિણામદર્શક ક્રિયાવિશેષણ
  8. અભિગમદર્શક ક્રિયાવિશેષણ

રીતિદર્શક ક્રિયાવિશેષણ

જે પદ વાક્યો માં ક્રિયા ની રીત ને દર્શાવે તેને રીતિદર્શક ક્રિયાવિશેષણ કહે છે.

  • જીવરામ ભટ્ટ ધીરેથી બોલ્યા
  • ખરેખર તો આખો પાઠ મને મોઢે થઇ ગયો.

ઉપર ના વાક્ય માં “ધીરેથી” અને “મોઢે” એ બંને ક્રિયાની રીત બતાવે છે આથી તે રીતિદર્શક ક્રિયા વિશેષણ છે.

ઉદાહરણ: આમ, તેમ, કેમ, જેમ-તેમ, ફટાફટ, એકદમ, જલદી, ગુપચુપ,માંડ, અડોઅડ, પડ્યો, તરત, તરતોતરત વગેરે

સ્થળદર્શક ક્રિયાવિશેષણ

જે પદ વાક્યો માં ક્રિયા ના સ્થળ ને દર્શાવે તેને સ્થળદર્શક ક્રિયાવિશેષણ કહે છે.

  • નીચે જાઓ બ તમારી રાહ જુએ છે.
  • ખરેખર તે છોકરી ઉપર બેઠો છે.

ઉપર ના વાક્યમાં “નીચે” અને “ઉપર” એ બંને સ્થળ સૂચક શબ્દો છે જે સ્થળદર્શક ક્રિયાવિશેષણ છે.

ઉદાહરણ:: અહી, તહી, અધવચ, ઉગમણા, જ્યાં, ત્યાં, પાસે, નજીક, આસપાસ, દૂર, હેઠે વગેરે…

સમયદર્શક ક્રિયાવિશેષણ

જે પદ વાક્યો માં ક્રિયા ના સમય ને દર્શાવે તેને સમયદર્શક ક્રિયાવિશેષણ કહે છે.

  • ઇચ્છા હોય ત્યાં સુધી આવો.
  • ગાડી ક્યારેક મોડી આવે છે.

ઉપર ના વાક્યો માં “ત્યાં સુધી” અને “ક્યારેક” એ બંને સમય સૂચક વાક્યો છે. જે સમયદર્શક ક્રિયાવિશેષણ ના ઉદાહરણ છે.

ઉદાહરણ:: હવે, હાલ, અત્યારે, ક્યારે, હમણાં, સદા, અવારનવાર, વારંવાર, કદાપિ, નિરંતર, ઝટ વગેરે..

હેતુદર્શક ક્રિયાવિશેષણ

જે પદ વાક્યો માં ક્રિયાનો હેતુ કે કારણ ને દર્શાવે તેને હેતુદર્શક ક્રિયાવિશેષણ કહે છે.

  • ત્યાં મજૂરી કરવા માટે મારા પિતાજી ગયા.
  • મારો મિત્ર મારા સંકલ્પ ની મજાક ઉડાડવા લાગ્યો.

ઉપર ના વાક્ય માં ક્રિયા નું કારણ “મજૂરી” અને “ઉડાડવા” એ કારણ દર્શાવે છે આથી તે હેતુદર્શક ક્રિયાવિશેષણ કહેવાય છે.

ઉદાહરણ:: કેમ, શામાટે, શા વાસ્તે શબ્દો ના આધારે હેતુદર્શક ક્રિયા વિશેષણ નો ખ્યાલ આવે છે.

ક્રમવાચક ક્રિયાવિશેષણ

જે પદ વાક્યો માં ક્રિયાનો ક્રમ દર્શાવે તેને ક્રમવાચક ક્રિયાવિશેષણ કહે છે.

  • એનું વાક્ય પૂરું થાય એ પહેલા હું સમજી ગયો.
  • તે આગળ આવ્યા, ગાડી આગળ ચાલી.

ઉપર ના વાક્ય માં “પહેલા” અને “આગળ” એ ક્રિયાનો ક્રમ બતાવતા હોવાથી ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખાય છે.

ઉદાહરણ:: પૂર્વ, અગાઉ, પાછળ, પછી, પહેલા, વગેરે

સંભાવનાદર્શક ક્રિયાવિશેષણ

જે પદ વાક્યો માં ક્રિયાની સંભાવના દર્શાવે તેને સંભાવનાદર્શક ક્રિયાવિશેષણ કહે છે.

  • તે કામ વગર ભાગ્યેજ બોલે છે.
  • આજે કદાચ વરસાદ આવશે.

ઉપર આપવામાં આવેલ વાક્ય માં ક્રિયા ની સંભાવના બતાવવામાં આવેલ છે આથી તે સંભાવનાદર્શક ક્રિયાવિશેષણ કહેવાય છે.

પરિણામ કે પ્રમાણદર્શક ક્રિયાવિશેષણ

જે પદ વાક્યો માં ક્રિયાનું પરિણામ કે પ્રમાણ દર્શાવે તેને પરિણામ કે પ્રમાણદર્શક ક્રિયાવિશેષણ કહે છે.

  • મને આર્ય સાથે વધુ ફાવશે.
  • વેદ ને કાજુ બહુ ભાવે છે.

ઉપર આપવામાં આવેલ વાક્યો માં “વધુ”, અને “બહુ” એ પરિણામ કે પ્રમાણદર્શક હોવાથી તે પરિણામ કે પ્રમાણદર્શક ક્રિયાવિશેષણ કહેવાય છે.

ઉદાહરણ:: ખુબ, જરા, લગાર, બસ, તદ્દન, છેક, અતિશય, અત્યંત વગેરે

અભિગમદર્શક ક્રિયાવિશેષણ

જે પદ વાક્ય માં ક્રિયાનો ણકાર કે નિશ્ચય દર્શાવે તેને અભિગમદર્શક ક્રિયાવિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.

  • જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ અમને.
  • મને કદી દૂખ પાડવાનું નથી.

ઉપર આપવામાં આવેલ વાક્ય માં “ના” અને “નથી” એ ક્રિયા નો અભિગમ દર્શાવતા હોવાથી તે અભિગમદર્શક ક્રિયાવિશેષણ કહેવાય છે.

ઉદાહરણ: ખરેખર, સાચ્ચેજ, નિસંદેહ

અહી અમે આપની સાથે ક્રિયાવિશેષણ ની સંપૂર્ણ જાણકારી(Kriyavisheshan in Gujarati) ગુજરાતી ભાષામાં ઉદાહરણ સહિત સમજાવી છે. અહી આપવામાં આવેલ Kriyavisheshan in Gujarati ની જાણકારી વિષે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને નીચે આપેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો.

Gujarati Grammar ના અન્ય વિષયો ને જાણવા માટે નીચે માથી પસંદગી કરો.

વાક્યપદવિરામ ચિહ્નો
સંજ્ઞાસર્વનામવિશેષણ
ક્રિયાપદક્રિયાવિશેષણકૃદંત
નિપાતવિભક્તિસંધિ
સમાસસમાનાર્થી જોડણી
લિંગ અને વચનઅલંકારછંદ
વિરુદ્ધાર્થી શબ્દશબ્દ સમૂહ માટે એક શબ્દરૂઢિપ્રયોગ
કહેવત

3 thoughts on “Kriya visheshan in Gujarati – ક્રિયાવિશેષણ અને તેના પ્રકાર”

Leave a Comment

x