Kriyapad in Gujarati: અહી અમે ક્રિયાપદ વિશે ખુબજ મહત્વપૂર્ણ જાણકારી આપી છે સાથે Kriyapad in Gujarati, તેનું વિભાજન અને પ્રકારો વિશે પણ ખુબજ ઉપયોગી માહિતી આપી છે.
Kriyapad in Gujarati
ક્રિયાપદ ને સમજવા માટે “ક્રિયાપદના અર્થ” અને ક્રિયાપદ ના પ્રકાર ને સમજવા ખુબજ જરૂરી છે. અહી અમે ક્રિયાપદ ના અર્થ અને તેના પ્રકાર ની ઉદાહરણ સાથે જાણકારી આપી છે.
ક્રિયાપદ ના અર્થ
“ક્રિયા સૂચવનાર પદ ને ક્રિયાપદ કહેવામા આવે છે” ક્રિયાપદ ના રૂપ માથી ક્રિયાનો નિર્દેશ થતો હોય અથવા ક્રિયા કરવાની આજ્ઞા, ફરજ કે સંભાવના પ્રગટ થતી હોય આને ક્રિયાપદ નો અર્થ કહે છે. ક્રિયાપદ ના અર્થ ના આધારે ક્રિયાપદ ને કુલ છ ભાગો માં વિભાજિત કરવામાં આવે છે
નિર્દેશાર્થ: ક્રિયાપદ જ્યારે કિરયા કયા કાળ માં થાય છે તે સૂચવે ત્યારે તે નિર્દેશાર્થ ક્રિયાપદ કહેવાય છે. આ અર્થ ત્રણેય કાળમાં હોય છે.
- તે રમે છે.
- તે રમ્યો.
- તે રમશે.
આજ્ઞાર્થ:: જે ક્રિયાપદ ના રૂપ માથી આજ્ઞા, હુકમ, ફરમાન, ઇચ્છા, ધમકી, શાપ, પ્રાર્થના, કે આશીર્વાદનો અર્થ નીકળતો હોય તેને આજ્ઞાર્થ ક્રિયાપદ કહેવાય છે.
- જતાં રહો(આજ્ઞા)
- ઘણું જીવજે(આશીર્વાદ)
- પ્રભ તમને મદદ કરે. (પ્રાર્થના)
વિધ્યર્થ:: જે ક્રિયાપદ ફરજ કે કર્તવ્ય નો અર્થ બતાવે તેને વિધ્યર્થ ક્રિયાપદ કહે છે.
- વડીલો ની આજ્ઞા પાળવી જોઈએ.
- વિદ્યાર્થીએ અભ્યાસ કરવો જોઈએ.
સંશયાર્થ કે સંભવનાર્થ:: જે ક્રિયાપદ શંકા કે સંભાવના દર્શાવે તેને સંભવનાર્થ ક્રિયાપદ કહે છે.
- હું કદાચ તને મળું
- આજે કદાચ વરસાદ આવશે.
સંકેતાર્થ:: સંકેત બતાવતા ક્રિયાપદ ને સંકેતાર્થ ક્રિયાપદ કહે છે.
- તમે ભણશો તો તમે ઉત્તીર્ણ થશો.
ક્રિયાતિપ્રત્યર્થ: ક્રિયાની નિષ્ફળતા ના થઈ હોય એવો અર્થ નીકળે તે ક્રિયાપદ ને…
- વરસાદ પડ્યો હોત તો મુશ્કેલી ટળત.
ક્રિયાપદ ના પ્રકાર
અહી અમે ક્રિયાપદ ના ત્રણ પ્રકાર કે જે કર્મ આધારિત પાડવામાં આવ્યા છે તેના વિશે ઉદાહરણ સહિત જાણકારી આપી છે .
સકર્મક ક્રિયાપદ:: જે ક્રિયાપદ ને કર્મ હોય તે ક્રિયાપદ ને સકર્મક ક્રિયાપદ કહે છે.
- મીરા લાડુ ખાય છે.
- પિતાજી ફળ લાવે છે.
અકર્મક ક્રિયાપદ:: જે ક્રિયાપદ ને કર્મ ના હોય તેને અકર્મક ક્રિયાપદ કહે છે.
- મોર નાચે છે.
- મેઘ ગાજે છે.
- બાળક રમે છે.
દ્વિકર્મક ક્રિયાપદ: બે કર્મ વાળા ક્રિયાપદ ને દ્વિકર્મક ક્રિયાપદ કહે છે.
- શિક્ષકે આર્ય ને ઈનામ આપ્યું.
અહી અમે ક્રિયાપદ(Kriyapad in Gujarati) વિશે જાણકારી આપી છે જેમાં તેના અર્થ ના આધારે અને વિભાજન અને તેના કર્મ ના આધારે પ્રકારો ની જાણકારી આપી છે. Kriyapad in Gujarati ની આ જાણકારી પર આપનો જો કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં અમારી સાથે શેર કરી શકો છો.
Gujarati Grammar ના અન્ય વિષયો ને જાણવા માટે નીચે માથી પસંદગી કરો.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત |
3 thoughts on “Kriyapad in Gujarati Grammar | ક્રિયાપદ”