Rudhiprayog in Gujarati અહી અમે આપની સાથે રૂઢિપ્રયોગ(Rudhiprayog in Gujarati) વિશે જાણકારી આપી છે સાથે અર્થ સાથે સમજૂતી પણ આપી છે.
Rudhiprayog in Gujarati
રૂઢિપ્રયોગ એટલે શું?
કોઈ પણ શબ્દ સમૂહ કે શબ્દ તેના મૂળ અર્થ ને બદલે તેના વિશિષ્ટ કે લાક્ષણિક અર્થમાં વપરાતા રૂઢ થયી ગયો હોય છે ત્યારે તેને રૂઢપ્રયોગ કે રૂઢિપ્રયોગ કહેવામા આવે છે.
રૂઢિ એટલે ચાલી આવતી પ્રણાલી કે માન્યતા. કેટલાક એવા શબ્દ કે શબ્દ સમૂહ છે, જેનો વાક્યમાં ઉપયોગ કરવાથી અભિવ્યક્તિ અલંકાર યુક્ત બને છે. ભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે, રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે.
રૂઢિપ્રયોગ ન ઉદાહરણ
રૂઢિપ્રયોગ | રૂઢિપ્રયોગ નો અર્થ |
---|---|
મન મારીને બેસવું – | મનની ઇચ્છા દબાવી રાખવી |
આંખ વાળી લેવી – | દુખી હ્રદયે વિદાય લેવી |
આંખ ફરી જવી – | ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી |
ભારે હૈયે – | દુખી હ્રદયે |
ભાન કરાવવું – | સાચી સમજ આપવી |
નિશાન ચૂકી જવું – | ધાર્યું નિશાન ન પડવું |
ઝોળવા માંડવું – | ફ્લાવવા માંડવું |
મોખરે રહેવું – | આગળ રહેવું,સક્રિય રહેવું |
આનાકાની કરવી – | હા – ના કરવી |
એકના બે ન થવું – | મક્કમ રહેવું |
બાવળા ના બળથી – | જાત મહેનત થી |
નિસાસો નાખવો – | આહ નાખવી |
સ્વપ્ન ફળવું – | ઇચ્છા પૂરી થવી |
મીટ માંડવી – | નજર સ્થિર કરી જોઈ રહેવું |
કાન સૌરીને દાઢયે ચડાવવું – | સતર્ક થઈ જવું |
નજર ધ્રોબવી – | નજર થી નજર મેળવવી |
આંખ કરડી થવી – | ગુસ્સા થી આંખ લાલ થવી |
મોમાં આંગળા નાખવા – | ખૂબ આશ્ચર્ય પામવું |
લોઢાના ચણા ચાવવા – | અત્યંત મુશ્કેલ કામ કરવું |
છાતી ચાલવી – | હિમ્મત હોવી |
દિલ જીતી લેવું – | પ્રિય થઈ જવું |
રસ પડવો – | (અહીં) ધ્યાનપૂર્વક જોવું |
પડતું મૂકવું – | છોડી દેવું, બાજુ પર મૂકવું |
કામમાં આત્મા રેડી દેવો – | પૂરેપૂરી લગનથી કામ કરવું |
ઉચાળા ભરવા – | ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું. |
બે પાંદડે થવું – | સુખી – સંપન્ન થવું |
માંડી વાળવું – | કામ બંધ કરવું |
વિદાય લેવી – | જવા માટે છૂટા પડવું |
પાછી પાની કરવી – | પાછા હઠવું |
મનમાં ગાંઠ વાળવી – | નક્કી કરવું |
પ્રતિજ્ઞા લેવી – | શપથ લેવા. |
લમણામાં રહી જવું – | યાદ રહી જવું |
ભોં ખોતરવા માંડવું – | નીચું જોઈને ઊભા રહી જવું |
સાદ દેવો – | બૂમ પાડવી |
ચોપડા ચોખ્ખા કરવા – | હિસાબ કરવો |
ઘાએ ચડવું – | લાગમાં આવવું |
ધોળે દહાડે તારા બતાવવા – | અસહ્ય પરિસ્થિતિ અનુભવવી |
વીલા મોઢે – | ઉદાસ ચહેરે |
ભાવ પૂછાવો – | મહત્વ વધવું, |
નજર કરવી – | લક્ષ આપવું, જોઈ લેવું |
પાછા ફરવું – | પીછેહઠ કરવી |
ઊંચે શ્વાસે – | ઉતાવળે |
કાનમાં કંઈક કહેવું – | કંઈક ગુપ્ત વાત કરવી |
ગામનું નાક હોવું – | ગામનું ગૌરવ હોવું, ગામની શોભા હોવી |
પગ નાચવા – | અતિશય આનંદ થવો |
મૂછ મરડવી – | મૂછના આંકડા વાળવા, અભિમાન બતાવવું |
ઓશલો ફૂટવો – | લાડમાં મર મૂઆ જેવી ગાળ દેવી |
શ્રીગણેશ કરવા – | શુભ આરંભ કરવો |
માથે કરવું – | અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ બનાવી મૂકવા |
ઉચાળા ઉપાડવા – | એક જગ્યાએથી ચીજવસ્તુઓ સાથે બીજી જગ્યાએ જવું |
સાથિયા પૂરવા – | સાથિયામાં રંગ પૂરવા |
ટાપસી પૂરવી – | ચાલતી વાતને ટેકો આપવો |
માઝા મૂકવી – | મર્યાદા ત્યજી દેવી |
ઝંખવાણા પડવું – | શરમિંદા થઈ જવું |
વાત કળાઈ જવી – | સમજાઈ જવું |
ડોકું ખેંચવું – | નજર કરી લેવી |
એક ના બે ન થવું – | પોતાની વાત પર મક્કમ રહેવું |
બેડલો પાર થવો – | સમૃદ્ધ થવું |
મોતીડે પોંખવું – | આવકાર આપવો, ઉમળકાથી વધાવવું |
મોભ તૂટી પડવો – | મૃત્યુ થયું |
મહેનત ન ફળવી – | મહેનત વ્યર્થ જવી |
તડકા છાંયડા જોવા – | સુખ દુઃખમાંથી પસાર થવું |
અનેક રંગો જોવા – | અનેક અનુભવો થવા |
સૂર પૂરવો – | હા માં હા કહેવી |
બાથમાં બાથ ભીડવી – | પ્રેમભર્યું આલિંગન આપવું |
સાત ખોટનો દીકરો – | સાત દીકરી પછી આવેલો દીકરો, એકનો એક દીકરો |
કળ વળવી – | નિરાંત થવી |
નિરાશાની ઘેરી છાયા ફરી વળવી – | ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ |
પેટનો ખાડો ઉણો રહેવો – | ભૂખ દૂર ન થવી |
આંચ ન આવવી – | નુકસાન ન થવું |
માઝા છાંડી જવી – | મર્યાદા ઓળંગી જવી |
ચાનક ચડવી – | ઉત્સાહ આવવો |
મામલો જામી પડવો – | પરિસ્થિતિ ખરાબ થવી |
નાડે રજા લેવી – | મરણ પામવાની તૈયારી હોવી |
રંગમાં ભંગ પડવો – | આનંદમાં વિક્ષેપ પડવો |
કાળને અટકાવવો – | મૃત્યુને રોકવું |
તલવાર ગળે માંડવી – | તલવાર ગળે અડાડી મારી નાખવાની તૈયારી બતાવવી |
મરી ખૂટવી – | મરી ગઈ |
હત્યા વહોરવી – | મરી નાખવાના પાપમાં પડવું |
ઢીલાઢસ થઈ જવું – | સાવ ઢીલા થઈ જવું |
વાતમાં પડવું – | વાતે વળગવું |
ઢીલા પડવું – | નરમ થવું |
ઇનકાર કરવો – | અસ્વીકાર કરવો |
રસ્તો ન દેખાવો – | કોઈ ઉકેલ ન મળવો |
ખાતર પડવું – | ચોરી થવી |
પાણી ફેરવવું – | આબરૂ કાઢવી |
બની જવું – | છેતરાઈ જવું |
ઝડતી લેવરવવી – | જાંચ કે તપાસ કરાવી |
સાબદા થઈ જવું – | ચેતી જવું |
મોતને ઘાટ ઉતારી દેવું – | મારી નાખવું |
દેહ પડવો – | મૃત્યુ થવું,અવસાન થવું |
બોલ ઉપાડી લેવો – | પડકાર ઝીલી લેવો |
લોહી પાણી એક કરવા – | પુષ્કળ મહેનત કરવી |
જીવ બાળવો – | દુખી થવું |
પેટનો ખાડો પૂરવો – | જીવનનિર્વાહ કરવો |
ઉર તણાવું – | દિલ ખેચાવું |
મન ઠરવું – | સંતોષ થવો |
ઘોડાને ઘેર હોવું – | ખૂબ નજીક હોવું |
મિજાજ તરડાવવો – | અભિમાન આવવું |
પડ્યો બોલ ઝીલવો – | આજ્ઞા નું પાલન કરવું |
પગે પાંખો ફૂટવી – | ખુબજ ઉત્સાહ માં આવી જવું |
આકાશ પાતાળ એક કરવા – | ખુબજ મહેનત કરવી |
મો પડી જવું – | શરમિંદુ થઈ જવું |
ઝળહળીયા આવવા | આંખ માં આંસુ આવી જવા |
નિ:શબ્દ બની જવું – | શાંત થઈ જવું |
જોતરાઈ જવું – | (કામે) લાગી જવું |
પગરણ માંડવા – | શરૂઆત કરવી |
પગરણ મંડાવા – | શરૂઆત કરવી |
કામમાં એકરૂપ થવું – | કામમાં તલ્લીન થવું (કામ) |
નિયમ લેવો – | વ્રત લેવું |
જાત ભૂલી જવી – | શરીરને કામથી ઘસી નાખવું |
ડાંડાઈ કરવી – | કામચોરી કરવી, આળસ કરવી |
લાગમાં આવવું – | તક મળવી,બરાબર કબજામાં આવવું |
અક્કલનું તાળું ઉઘડવું – | બુદ્ધિ આવવી, સાચી વાતનું ભાન થવું |
વાણિયા વિદ્યા વાપરવી – | સમય પારખીને કામ કરવું |
આગળ પેટ હોવું – | ખોરાકની આવશ્યકતા હોવી |
ફાટીને ધુમાડે જવું – | બહુ છકી જવું |
ડચકારો કરવો – | ઉશ્કેરવું |
ભીંત સોંસરવું સૂઝવું – | સ્પષ્ટ રીતે સમજાવું |
હિસાબ લખવો ભાલિયે ભરવી દેવું – | બરાબરની ખબર લઈ નાખવી |
મોં ઢાંકી દેવું – | (અહીં) અછૂતપણાના ભાવથી પોતાની જાતને છુપાવ |
કકડીને ભૂખ લાગવી – | સખત ભૂખ લાગવી |
લાલપીળા થઈ જવું – | ખૂબ ગુસ્સે થવું |
વિચાર પડી જવું – | ચિંતામાં પડી જવું, કંઈ સમજણ ન પડવી |
મૂછ મરડવી – | મૂછના આંકડા વાળવા, અભિમાન બતાવવું |
તડકી છાંયડી જોવી – | સુખ દુઃખમાંથી પસાર થવું |
આવી બનવું – | (અહીં) માર પડવાની ભીતિ |
ઠંડી ઉડાવવી – | ઠંડી દૂર કરવી |
પોરો ખાવો – | વિરામ લેવો, આરામ કરવો |
પૂંઠ વાળીને જોવું – | પાછા વળીને જોવું |
ચરણ પખાળવા – | ચરણ ધોવાની વિધિ કરવી |
પાટી મેલાવવી – | દોડાવવું |
પગ ઉપાડવા – | ઝડપથી ચાલવું |
આંધળો પ્રેમ હોવો – | અવિચારી પ્રેમ |
રાડ ફાટી જવી – | ભયથી ચીસ પડાઈ જવી |
ઉમેદ બર ન આવવી – | આશા ન ફળવી |
સડક થઈ જવું – | આશ્ચર્યમૂઢ થઈ જવું |
મહેણું મારવું – | ટોણો મારવો, મર્મવચન કહેવું |
ઘોડલાં ખેલવાં – | (અહીં) મોજમજા કરવી |
આંખો ભીની થવી – | આંખમાં આંસુ આવવા |
ધીરજ ખૂટવી – | ધીરજ ન રહેવી, |
પૈસાની છોળ રેલાવી – | ખૂબ પૈસા હોવા |
ધ્રાસકો પડવો – | ફાળ પડવી |
અધીરા બનવું – | ઉતાવળા થવું |
જીભ કપાઈ જવી – | બોલતા બંધ થઈ જવું |
મોં માગ્યા દામ આપવા – | પૂરેપૂરી કિંમત ચૂકવવી |
આંકડા માંડવા – | ગણતરી કરવી |
ઝડપ કરવી – | ઉતાવળ કરવી |
લાજ જવાનો વખત આવવો – | આબરૂ જવાનો પ્રસંગ આવવો |
હામ ન હોવી – | હિંમત ન હોવી |
મીટ મંડાવી – | નજર સ્થિર કરવી |
ચડે ભરાવું – | જીદ ઉપર આવવું |
ભાન ભૂલી જવું – | સાનભાન ન રહેવા |
પ્રાણ નીકળી જવા – | મૃત્યુ પામવું |
દી ફરવો – | કુબુદ્ધિ સૂઝવી |
તલવાર ગળામાં પરોવવી – | તલવારથી મારી નાખવું |
ફાળ ખાવી – | ડર લાગવો, ધ્રાસકો પડવો |
જાતી કરવી – | માફ કરવું |
હિલોળે ચડવું – | હિલ્લોળવું, કિલ્લોલવું, આનંદ ઉત્સાહ પ્રગટ કરવો |
બાધ માનવો – | વાંધો લેવો |
હાથમાં હોવું – | કબજામાં હોવું, પોતાના આધીન હોવું |
માથા પર સૂરજ આવવો – | મધ્યાહન થવો |
ભાન આવી જવું – | સમજ આવી જવી |
આંખમાં ઝળહળીયા આવવા – | આંખમાં આંસુ આવવા |
દુધે ધોયેલું – | વિશ્વાસપાત્ર |
આંખ બતાવવી – | ગુસ્સો પ્રગટ કરવો |
રજા લેવી – | વિદાય થવા પરવાનગી લેવી |
વડ ના વાંદરા ઉતારવા – | બહુ જ તોફાની હોવું |
આંખ ફાટવી – | ગુસ્સે થવું |
ઊંચા ગજા ના હોવું – | વિશેષ શક્તિ ધરાવતા હોવું |
ઢીલા પડવું – | નરમ થવું |
વાતાવરણ ખીલી ઊઠવું | વાતાવરણ જીવંત બની જવું |
પગ ઉપાડવા – | ઝડપથી ચાલવું |
બેઠા બેઠા ખાવું – | શ્રમ કર્યા વિના, નિરાતે ઉપભોગ કરવો |
ખૂણામાં નાખવું – | બેદરકારીથી બાજુમાં મૂકવું |
ઉડીને આંખે વળગવું – | તરત ધ્યાન ઉપર આવવું |
રામ રામ કરવા – | વિદાય લેવી |
મન ઉઠી જવું – | અભાવ આવવો,રસ ન રહેવો |
ફાટી આંખે જોઈ રહેવું – | અચંબા કે વિસ્મય સાથે જોવું |
માથે ચારેય હાથ હોવા | રહેમ દ્રષ્ટિ હોવી |
પેટે પાટા બાંધવા – | ખુબજ દુખ વેઠવું |
દિલ કોરી નાખે તેવું – | સખત,પુષ્કળ |
નીચું માથું કરવું – | શરમથી નીચે જોવું |
જીવની જેમ સાચવવું – | ખૂબ જતન કરવું |
આજીજી કરવી – | આગ્રહભરી વિનંતી કરવી |
દિલ દઈને – | ખૂબ ઉત્સાહ અને ધગશથી |
દિલ દ્રવી ઊઠવું – | ખૂબ દુઃખ થવું. |
સંઘરી રાખવું – | એકઠું કરી રાખવું |
માથે ઉપાડી લેવું – | જવાબદારી લેવી |
છાતીનાં પાટિયાં બેસી જવાં – | નાહિંમત થવું |
મનસૂબો કરવો – | નિશ્ચય કરવો |
વહાણાં વાઈ જવાં – | સમય જતો રહેવો |
તેડું મોકલવું – | નોતરું મોકલવું, બોલાવવું |
ભરડો લેવો – | સખત રીતે વીંટી લેવું |
આંખો કાઢવી – | ધમકી આપી ડરાવવું |
શરમ ભરવી – | માન રાખવું |
ઢીલા પગે – | નિરાશા અનુભવતાં |
વ્હાણાં વાઈ જવા – | સમય પસાર થઈ જવો |
પંથ કાપવો – | રસ્તે આગળ વધવું |
દહાડો બગડવો – | ન ધાર્યું હોય તેવું થવું |
બરાડી ઊઠવું – | મોટેથી બૂમ પાડવી |
વહેમ રમ્યા કરવો – | સતત શંકા થવી |
સરપાવ આપવો – | ઇનામ આપવું |
તડકી છાંયડી જોવી – | સુખ દુઃખમાંથી પસાર થવું |
પગ નાચવા – | અતિશય આનંદ થવો |
ચોક પૂરવા – | સાથિયા દોરવા |
પસીનામાં રેબઝેબ થઈ જવું – | પરસેવે લથબથ થઈ જવું |
મેળો જામવો – | મેળાપ થવો, ઘણા માણસનું એકઠા થવું |
આવી બનવું | (અહીં) માર પડવાની ભીતિ |
આગ મૂકવી – | મરેલાંનો અગ્નિસંસ્કાર કરવો |
પેટ ગુજારો કરવો – | પેટ પૂરતું ખાવાનું મેળવવું |
મંડી પડવું – | શરૂ કરવું |
આજીજી કરવી – | આગ્રહભરી વિનંતી કરવી |
ઉગારી લેવું – | બચાવી લેવું |
શાખ જામવી – | પ્રતિષ્ઠા ઊભી થવી |
બળ્યો અવતાર – | જીવન નકામું હોવું |
જિંદગી ખરચી નાખવી – | જીવન વેડફી દેવું |
ધૂળના ગોટા ઊડવા – | પુષ્કળ ધૂળ ઊંડવી |
જુદા આંક હોવા – | જિંદગી વિશેની સમજ જુદી હોવી |
સ્તબ્ધ થઈ જવું – | અવાક થઈ જવું |
પાન ખરે તેમ ખરવા – | (અહીં) એક પછી એક માનવી મૃત્યુ પામવાં |
ચીંથરા ફાડવા – | નકામી કે આડી વાત કરવી |
આંબું આંબું થઈ રહેવું – | જલદીથી પહોંચવા તત્પર થવું |
પેટ બહુ મોટું હોવું – | ઉદાર દિલના હોવું |
ખુલાસો કરવો – | સ્પષ્ટતા કરવી, ચોખવટ કરવી |
વદન કરમાઈ જવું – | નિરાશ થઈ જવું |
ગળગળા થવું – | ભાવુક થઈ ઊઠવું |
મનનાં દ્વાર ખોલવાં – | સાચી દિશા બતાવવી, સાચું જ્ઞાન આપવું |
આશા છોડી દેવી- | હિંમત હારી જવી |
છૂ થવું – | ગાયબ થવું, (અહીં) દૂર થવું |
જીભ કપાઈ જવી – | બોલતા બંધ થઈ જવું |
સૌ સારાં વાનાં થવાં – | બધી રીતે શુભ થવું |
ત્રાહિ ત્રાહિ પોકાર કરવા – | બચાવો બચાવો એમ મોટેથી બોલવું |
હાથ આવવો – | સકંજામાં આવવું |
તલવારનો વાઢ પડવો – | તલવારનો ઘા વાગવો |
કાળ આવી પહોંચવો – | મૃત્યુ નજીક આવવું |
રઝળી પડવા – | અનાથ થઈ જવાં, નિરાધાર થઈ જવાં |
તાલાવેલી લાગવી – | આતુરતા, ચટપટી, તાલાવેલી |
ઓછા ઊતરવું – | કસોટીમાં કાચા નીવડવું |
મૂઠીઓ વાળવી – | દોટ મૂકવી |
લોહી છાંટવું – | હત્યા કરવી |
ખડી જવો – | મૃત્યુ પામવો |
તાનમાં હોવું – | આનંદમાં હોવું |
ગળણીથી ગાળવું – | (અહીં) તારણ કાઢવું, સાર કાઢવો |
પગ જમીન સાથે જડાઈ જવા – | સ્તબ્ધ થઈ જવું |
ઠપકો મળવો – | દોષ બદલ વઢવું |
અહી અમે આપની સાથે 250 થી વધારે રૂઢિપ્રયોગ(250 Rudhiprayog in Gujarati) ને તેમના અર્થ સાથે આપની સાથે શેર કર્યા છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ રૂઢિપ્રયોગ આપણે ગમશે. ગુજરાતી ગ્રામર ના અન્ય વિષય ને વાંચવા માટે નીચે થી પસંદ કરો.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત |