ગુજરાતી વર્ણમાળા | Gujarati Varnamala PDF and in Hindi|

Gujarati Varnamala: અહી અમે આપની સાથે ગુજરાતી વર્ણમાળા શેર કરી છે સાથે Gujarati Varnamala PDF and in Hindi પર પણ ઉપયોગી જાણકારી આપી છે.

વર્ણમાળા(Alphabet) ને કોઈપણ ભાષા માટે તેનો આત્મા કહેવામા આવે છે. વર્ણમાળા બે શબ્દો ને જોડવાથી બને છે વર્ણમાળા = વર્ણ + માળા વર્ણ એટલે કે ધ્વનિ, ગુજરાતી વર્ણમાળા ને સમજવા માટે તેના મુખ્ય ઘટકો જેવા કે સ્વર, વ્યંજન, ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ વગેરે ને સમજવા ખુબજ આવશ્યક છે.

ગુજરાતી વર્ણમાળા | Gujarati Varnamala

અહી નીચે અમે ગુજરાતી વર્ણમાળા(Gujarati Varnamala) આપી છે. પરંતુ ગુજરાતી વર્ણમાળા ને સમજવા માટે સ્વર અને વ્યંજન વિશે જાણકારી હોવી જરૂરી છે.

સ્વર | Swar in Gujarati Varnamala

સ્વર: જે અક્ષર કે વર્ણ નું ઉચ્ચારણ કરવા માટે બીજા વર્ણ ની જરૂર પડતી નથી. એટલે કે જે એકલો હોવા છતાં પણ બોલી શકાય છે તેને સ્વર કાહેવાય છે. ગુજરાતી ભાષામાં સ્વર ની સંખ્યા 11 છે. જે નીચે મુજબ છે.

Swar in Gujarati Varnamala

સ્વર ના મુખ્યત્વે બે પ્રકાર છે.

  1. હ્રસ્વ સ્વર: જેનું ઉચ્ચારણ ટૂંકું હોય તેવા સ્વર જેમ કે “અ, ઇ, ઉ ઋ, “
  2. દીર્ધ સ્વર: જેનું ઉચ્ચારણ લાંબુ હોય તેવા સ્વર જેમ કે “આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ”

ઉચ્ચારણ મુજબ સ્વર ને નીચે પ્રમાણે તારવી શકાય.

સ્વરક્યાથી બોલાય છે?કેવો કહેવાય?
અ, આકંઠ માથીકંઠ્ય
ઇ, ઈ તાળવા માથીતાલવ્ય
ઉ, ઊ હોઠથીઔષ્ઠ્ય
મૂર્ધામૂર્ધન્ય
એ, ઐ કંઠ અને તાળવુંકંઠ્યતાલવ્ય
ઓ, ઔકંઠ અને હોઠકંઠૌષ્ઠ્ય

વ્યંજન | Vyanjan in Gujarati Varnamala

વ્યંજન: જે અક્ષર નું ઉચ્ચારણ કરવા માટે સ્વર ની મેળવણી કરવી પડે અર્થાત સ્વર ની મદદ વિના તેનું ઉચ્ચારણ કરવું સંભવ નથી તેવા વર્ણ ને વ્યંજન કહેવાય છે. સ્વર ની મદદ થી તે સરળતા થી બોલી શકાય છે. ગુજરાતી ભાષા માં કુલ 34 વ્યંજન છે.

વ્યંજન ને સરળતા થી સમજવા માટે વર્ગીય, અવર્ગીય, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઘોષ અને અઘોષ વર્ણો ને સમજવું જરૂરી છે.

વર્ગીય વ્યંજન: આ તે પ્રકાર ના વ્યંજન છે જે નું ઉચ્ચારણ કરતાં સમયે જીભ મો ના જુદા જુદા ભાગો માં સ્પષ્ટ રીતે સ્પર્શ કરે છે. તે “ક” થી “મ” સુધી ના 25 વર્ણો વર્ગીય વ્યંજન છે.

ક-વર્ગ કંઠ્ય
ચ – વર્ગતાલવ્ય
ટ – વર્ગમૂર્ધન્ય
ત – વર્ગદંત્ય
પ – વર્ગઓષ્ઠ્ય

અવર્ગીય વ્યંજન: તે સિવાય ના તમામ વ્યંજન એ અવર્ગીય વ્યંજન છે. તેમના ઉચ્ચારણ અંગે જીભ મોઢા માં બરાબર સ્પર્શ કરતી નથી. અવર્ગીય વ્યંજન ની સંખ્યા 9 છે.

વ્યંજનપ્રકાર
ય,શતાલવ્ય
ર, ષ, ળ,મૂર્ધન્ય
લ, સદંત્ય
દંતયોષ્ઠ્ય
કંઠ્ય

અલ્પપ્રાણ: જે વર્ણ ના ઉચ્ચારણ સમયે ઓછા પ્રાણ વાયુ ની આવશ્યકતા પડે તેને અલ્પપ્રાણ વર્ણ કહે છે.

મહાપ્રાણ: જે વર્ણ ના ઉચ્ચારણ સમયે વધુ પ્રાણ વાયુ ની આવશ્યકતા પડે છે તેને મહા પ્રાણ વર્ણ કહેવાય છે.

ઘોષ અને અઘોષ: વર્ણ માથી ઉઠતાં અવાજ(રણકાર/નાદ/ઘોષ) ના આધારે તેનું વિભાજન કરવામાં આવ્યું છે. તમામ સ્વર એ ઘોષ વર્ણ છે.

Gujarati Varnamala PDF

અહી નીચે આપેલી લિન્ક વડે આપ ગુજરાતી વર્ણમાળા પીડીએફ(Gujarati Varnamala PDF) Download કરી શકશો. PDF Gujarati Varnamala માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

અહી નીચે અમે ગુજરાતી ગ્રામર ના અન્ય મહત્વપૂર્ણ વિષયો આપ્યા છે જેને જાણવા માટે તેના પર ક્લિક કરો.

વાક્યપદવિરામ ચિહ્નો
સંજ્ઞાસર્વનામવિશેષણ
ક્રિયાપદક્રિયાવિશેષણકૃદંત
નિપાતવિભક્તિસંધિ
સમાસસમાનાર્થીજોડણી
લિંગ અને વચનઅલંકારછંદ
વિરુદ્ધાર્થી શબ્દશબ્દ સમૂહ માટે એક શબ્દરૂઢિપ્રયોગ
કહેવત

1 thought on “ગુજરાતી વર્ણમાળા | Gujarati Varnamala PDF and in Hindi|”

Leave a Comment

x