Sandhi in Gujarati: અહી અમે સંધિ વિશે જાણકારી ગુજરાતી માં આપી છે(Sandhi in Gujarati) જેમાં સંધિ ની વ્યાખ્યા અને તેના પ્રકારની ઉદાહરણ સહિત સમજૂતી આપી છે.
Sandhi in Gujarati
સંધિ એટલે શું?
બે પદ ને જોડતા સ્વર – વ્યંજન માં જે કઈ ફેરફાર થાય છે તેને સંધિ કહેવામા આવે છે. ગુજરાતી વ્યાકરણ નો એક મહત્વપૂર્ણ વિષય છે. નીચે તેના પ્રકારો વિશે જાણો.
સંધિ ના પ્રકારો
સંધિ માં જોડાણ સમયે થતાં ફેરફારો ના આધારે બે પ્રકાર પડે છે:
- સ્વર સંધિ
- વ્યંજન સંધિ
સ્વર સંધિ
જ્યારે બે સ્વર ભેગા થયી તેનો ઉચ્ચારણ એક સ્વર તરીકે થાય ત્યારે તેને સ્વર સંધિ કહેવામા આવે છે. સ્વર સંધિ કુલ 30 જેટલા પ્રકારે થયી શકે છે. અહી નીચે અમે ઉદાહરણ સાથે સમજૂતી આપી છે.
સ્વર સંધિ ના નિયમ | ઉદાહરણ |
---|---|
અ + અ = આ | લોક + અપવાદ = લોકાપવાદ |
અ + આ = આ | સત્ય + આગ્રહ = સત્યાગ્રહ |
આ + અ = આ | તથા + અપિ = તથાપિ |
આ + આ = આ | મહા + આત્મા = મહાત્મા |
ઇ + ઇ/ઈ = ઈ | કવિ + ઇશ = કવીશ |
ઇ/ઈ + ઇ/ઈ = ઈ | યોગી + ઇન્દ્ર = યોગીન્દ્ર |
ઉ + ઉ/ઊ = ઊ | સુ + ઉક્તિ = સુક્તિ |
ઉ/ઊ + ઉ/ઊ = ઊ | વધુ + ઉર્મિ = વધૂર્મી |
અ + ઈ/ઇ = એ | યોગ + ઇશ = યોગેશ |
આ + ઈ/ઇ = એ | યથા + ઇષ્ટ = યથેષ્ટ |
અ + ઉ/ઊ = ઓ | સૂર્ય + ઉદય = સૂર્યોદય |
આ + ઉ/ઊ = ઓ | મહા + ઉદય = મહોદય |
અ/આ + ઋ = અર્ | રાજ + ઋષિ = રાજર્ષિ |
અ/આ + એ = ઐ | એક + એક = એકૈક |
અ/આ + ઐ = ઐ | માનવ + ઐક્ય = માનવૈક્ય |
અ/આ + ઓ = ઔ | મહા + ઓધ = મહૌધ |
અ/આ + ઔ = ઔ | વન + ઔષધિ = વનૌષધિ |
એ + અ = અય્ | શે + અન = શયન |
ઓ + આ = અવ્ | પો + અન = પવન |
ઐ + અ = આય્ | ગૈ + અન = ગાયન |
ઉ + અ = વ | મનુ + અંતર = મન્વંતર |
ઉ + એ = વે | અનુ + એષણ = અન્વેષણ |
ઔ + અ/ઇ = આવ્ | પૌ + અક = પાવક |
ઇ + ઉ = યુ | પ્રતિ + ઉત્તર = પ્રત્યુતર |
ઉ + આ = વા | સુ + આગત = સ્વાગત |
ઈ + અ =ય | અધિક + અક્ષ = અધ્યક્ષ |
ઇ + એ = યે | પ્રતિ + એક = પ્રત્યેક |
ઈ + આ = યા | ઈતિ + આદિ |
ઋ + અ = ર્ | માતૃ + અર્થ = માત્રર્થ |
ઋ + આ = રા | પિતૃ + આદેશ = પિતરાદેશ |
વ્યંજન સંધિ
વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તેને વ્યંજન સંધિ કહે છે. વ્યંજન સંધિ માં ચાર પેટાપ્રકાર પડે છે.
(1) જુદા જુદા સંજોગો માં સ્ માં નીચે પ્રમાણે પરીવર્તન થાય છે
વ્યંજન સંધિ ના નિયમ | ઉદાહરણ |
---|---|
અ/આ સિવાય નો સ્વર + સ્ = ષ | વિ + સમ = વિષમ |
સ્ + ચ્/છ્ = શ્ | નિસ્ + ચિન્ત = નિશ્ચિંત |
સ્ + ત્/થ્ = સ્ | નિસ્ + તેજ = નિસ્તેજ |
સ્ + ટ્/ઠ્ = ષ્ | નિસ્ + ઠુર = નિષ્ઠુર |
સ્ + સ્/શ્/ષ્ = વિસર્ગ(:) | નિસ્ + શબ્દ = નિ:શબ્દ |
ઈ કે ઉ સાથે સ્ + ક્/ખ્/ પ્ = ષ્ | નિસ્ + કપટ = નિષ્કપટ |
ઈ કે ઉ સિવાય ના સ્વર સાથે = સ્ + ક/પ = વિસર્ગ | અધસ્ + પતન = અધઃપતન |
અ સાથે સ્ + ઘોષ વ્યંજન = અ + ઉ = ઓ | મનસ્ + હર = મનોહર |
અ કે આ સિવાય ના સ્વર સાથે = સ્ + ઘોષ વ્યંજન કે સ્વર = ર્ | દુસ્ + આચાર = દુરાચાર |
(2). જુદા જુદા સમયે “ર” નીચે પ્રમાણે પરીવર્તન પામે છે.
ર્ + ચ્/છ્ = શ્ | પુનર્ + ચ = પુનશ્ચ |
ર્ + ત્/થ્ = સ્ | અંતર + તાપ = અન્તસ્તાપ |
ર્ + સ્/શ્/ષ્ = વિસર્ગ | અંતર + શોક = અંતઃશોક |
ઈ સાથે ઉ + ક્/ખ્/ પ્/ષ્ | ચતુર્ + પાદ = ચતુષ્પાદ |
ઈ કે ઉ સિવાય ના સ્વર સાથે ર્ + ક્/ખ્/ પ્ = વિસર્ગ | પૂનર્ + પ્રાપ્તિ = પુનઃપ્રાપ્તિ |
જો ર પાછળ બીજો ર આવે તો આગળનો ર દીર્ધ બની જાય | નિર્ + રવ = નીરવ |
(3).
શ્ + કઠોર વ્યંજન = ક્ + કઠોર વ્યંજન | દિશ્ + કાલ = દિક્કાલ |
શ્ + મૃદુવ્યંજન કે સ્વર = ગ્ + મૃદુવ્યંજન કે સ્વર | દિશ્ + ગજ = દિગ્ગજ |
ચ્ + કઠોર વ્યંજન = ક્ + કઠોર વ્યંજન | વાચ્ + પતિ = વાકપતિ |
ચ્ + મૃદુવ્યંજન કે સ્વર = ગ્ + મૃદુસ્વર | વાચ્ + દેવતા = વાગ્દેવતા |
ષ્ + કઠોર વ્યંજન = ટ્ + કઠોર વ્યંજન | ષષ્ + પદ = ષટ્પદ |
ષ્ + મૃદુવ્યંજન કે સ્વર = ડ્ + મૃદુવ્યંજન કે સ્વર | ષષ્ + આનન = ષડાનન |
(4)
પાછળ અઘોષ વ્યંજન આવે તો તેના વર્ગ નો ત્રીજો વ્યંજન આવે | વિપદ્ + તિ = વિપત્તિ |
પાછળ સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તેના વર્ગ નો ત્રીજો વ્યંજન આવે | તત્ + ગુણ = તદ્ગુણ |
જો પાછળ અનુનાસિક આવે તો તેના વર્ગ નો અનુનાસિક રહે | સત્ + મતિ = સન્મતિ |
ત વર્ગ માં વ્યંજન માં નીચે પ્રમાણે ફેરફાર થાય (1). ત્ + ચ વર્ગનો વ્યંજન કે શ = ચ વર્ગ નો વ્યંજન (2). ત્ પછી લ્ આવે તો “ત્” નો લ્ થાય. | (1). જગત્ + જનની = જગતજનની (2). તત્ + લીન = તલ્લીન |
જો નિરનુનાસિક સ્પર્શ વ્યંજન પછી “શ્” આવે તો છ્ થાય | ચિત્ + શક્તિ = ચિચ્છક્તિ |
જો આગળનો “ઋ”, “ર”, કે “ષ” આવ્યા હોય અને વચ્ચે ક – વર્ગ, પ – વર્ગ, તથા ય, ર, લ સિવાય નો કોઈ વ્યંજન ના આવ્યો હોય ત્યારે ન નો ણ થાય. | પરિ + ણતિ = પરિણતિ |
પદાન્તે આવેલા “મ્” ને સ્થાને તેની પૂર્વના વ્યંજન પર અનુસ્વાર મુકાય. | સમ્ + તાપ = સંતાપ |
અહી અમે આપની સાથે સંધિ વિશે તમામ જાણકારી ગુજરાતી માં(Sandhi in Gujarati) આપી છે અહી આપવામાં આવેલ સંધિ ની જાણકારી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને નીચે કમેંટ માં પૂછી શકો છો. ગુજરાતી વ્યાકરણ સંબંધિત અન્ય કોઈ પણ વિષય માટે નીચે જુઓ.
વાક્ય | પદ | વિરામ ચિહ્નો |
સંજ્ઞા | સર્વનામ | વિશેષણ |
ક્રિયાપદ | ક્રિયાવિશેષણ | કૃદંત |
નિપાત | વિભક્તિ | સંધિ |
સમાસ | સમાનાર્થી | જોડણી |
લિંગ અને વચન | અલંકાર | છંદ |
વિરુદ્ધાર્થી શબ્દ | શબ્દ સમૂહ માટે એક શબ્દ | રૂઢિપ્રયોગ |
કહેવત |